Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

બાલભવનમાં ડીસેમ્બરમાં યોજાશે બાલ મહોત્સવ

પ થી ૧૬ વર્ષના બાળકો માટે રમત ગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજનઃ ૩૧ ડીસેમ્બરે ડી.જે. પાર્ટી

રાજકોટ તા. ર૯ :.. બાલભવન રાજકોટ દ્વારા તા. ૧૮-૧ર-ર૦રર થી ૩૧-૧ર-ર૦રર દરમ્યાન પ થી ૧૬ વર્ષ સુધીનાં બાળકો માટે શારીરિક તેમજ માનસીક વિકાસને વેગ મળે તે હેતુસર રમત ગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં શહેરની કોઇપણ શાખાના બાળકો ભાગ લઇ શકશે. દરેક સ્કુલ સંચાલકો તેમજ પ્રીન્સીપાલશ્રીઓ એન્ટ્રી મોકલી શકશે.

તા. ૧-૧ર-ર૦રર થી (રવિવાર સિવાય) સવારે ૧૧ થી ૧ તથા સાંજે પ થી ૭ દરમ્યાન ફોર્મ - એન્ટ્રી બાલભવન કાર્યાલયે ભરી શકાશે.

ફોર્મ-એન્ટ્રી તા. ૧૪-૧ર-ર૦રર સુધી સ્વીકારવામાં આવશે. બાલસભ્યો તેમજ સ્કુલ સિવાયનાં બાળકો બાલભવનથી ફોર્મ મેળવી ભરી શકશે.

બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ-અન્ડર ૧૧, ૧૪, ૧૬, વર્ષ તા. ર૩, ર૪, રપ ડીસેમ્બર -ર૦રર શુક્રવાર, શનિવાર, રવિવારે સાંજે ૪ વાગ્યે.

જીમ્નાસ્ટીક ટૂર્નામેન્ટ અન્ડર ૬, ૧૦, ૧૪ વર્ષ તા. રપ  ડીસેમ્બર ર૦રર રવિવારે રાત્રે ૮ વાગ્યે.

ટેનિશ ટુર્નામેન્ટ-અન્ડર ૧ર, ૧૪, ૧૬ વર્ષ તા. ર૩, ર૪, રપ ડીસેમ્બર ર૦રર શુક્રવાર, શનિવાર, રવિવારે સાંજે ૪ વાગ્યે.

સ્કેટીંગ ટુર્નામેન્ટ અન્ડર ૮, ૧૧, ૧૪ વર્ષ તા. ર૪ ડીસેમ્બર ર૦રર શનીવાર સમય સાંજે ૪ થી અને તા. ર૪ ડીસેમ્બર ર૦રર રવિવારે રાત્રે ૮ થી (ટેનાસીટી અને કવાર્ડસ).

સંગીત ખુરશી સ્પર્ધા : ધો. ણ્ધ્ઞ્ થી ૨ : તા. ૧૮ ડિસેમ્બર રવિવારે સવારે ૮ :૩૦ થી અને લીબુ ચમચી સ્પર્ધા : ધો.ણ્ધ્ઞ્થી ૨: તા. ૧૯ ડિસેમ્બર સોમવારે સવારે ૮:૩૦ તેમજ બેલેન્સ રેસ : ધો. ૩ થી ૪ : તા. ૨૦ ડિસેમ્બર મંગળવારે સવારે ૮:૩૦ તેમજ દેડકા દોડ  : ધો. ૩ થી ૪ તા. ૨૧ ડિસેમ્બરના બુધવારે સવારે ૮:૩૦ થી તેમજ ૪૦ મીટર દોડ સ્પર્ધા : ધો. ૫ થી ૭ તા. ૨૨ ડિસેમ્બરના ગુરુવારે સવારે ૮:૩૦ તેમજ પોટેટો રેસ સ્પર્ધા : ધો. ૫ થી ૭ તા. ૨૩ ડિસેમ્બરના શુક્રવારે સવારે ૮:૩૦થી તેમજ સ્લો સાયકલીંગ સ્પર્ધાઃ ધો. ૮ થી ૧૦ : તા. ૨૪ ડિસેમ્બરના શનિવારે સવારે ૮:૩૦ થી તેમજ લંગડી સ્પર્ધા : ધો. ૮ થી ૧૦ તા. ૨૫ ડિસેમ્બરના રવિવારે સવારે ૮:૩૦ થી યોજાશે.

સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વેશભૂષા સ્પર્ધા : ધો.ણ્ધ્ઞ્થી ૨ : તા. ૨૫ ડિસેમ્બરના રવિવારે સાંજે ૪ કલાકે, વેશભૂષા સ્પર્ધા : ધો. ૩ થી ૪ : તા. ૨૬ ડિસેમ્બરના સોમવારે સાંજે ૪ કલાકે, અભિનય બાળગીત : ધો. ૫ થી ૭ : તા. ૨૭ ડિસેમ્બરના મંગળવારે સાંજે ૪ કલાકે, દેશભકિત ગીત સ્પર્ધા : ધો. ૮ થી ૧૦ : તા. ૨૮ ડિસેમ્બરના બુધવારે સાંજે ૪ કલાકે, વેસ્ટર્ન/ફોક ડાન્સ સ્પર્ધા : ધો. ૧ થી ૫ : તા. ૨૯ ડિસેમ્બરના ગુરૂવારે સાંજે ૪ કલાકે, એકપાત્રીય અભિનય સ્પર્ધા : ધો. ૬ થી ૧૦ : તા. ૩૦ ડિસેમ્બરના શુક્રવારે સાંજે ૪ કલાકે, બાય બાય -૨૦૨૨/ વેલકમ -૨૦૨૩ (ડીજે પાર્ટી) ઉંમર ૫ થી ૧૬ વર્ષ : તા. ૩૧ ડિસેમ્બરના શનિવારે સાંજે ૭ કલાકે યોજાશે.

બાલ મહોત્સવમાં ભાગ લેવા ૫ થી ૧૬ વર્ષના તમામ બાળકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે. માહિતી બાલભવન કાર્યાલયેથી મેળવી શકાશે. તેમ બાલભવન રાજકોટના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:44 pm IST)