Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સદર બજારમાં બીમારીથીઅજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા. ર૯ :.. શહેરના સદર બજાર મેઇન રોડ પર એક અજાણ્‍યો યુવાન (ઉ.વ.આશરે ૩પ) બીમારીના લીધે બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી યુવાનને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે. એમ. ભગોરા તથા રાઇટર ગૌતમભાઇએ મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા-સંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:45 pm IST)