Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મેટ્રો શહેર બનવા રાજકોટે દોટ મૂકી છે ત્‍યારે ભાજપના વિજય સાથે ઉપલા કાંઠાનો વિકાસ ઉંચકાશે

રાજકોટના ચહેરા, રાજકોટના હૃદય ગણાતા આ વિસ્‍તારના વિકાસમાં પ્રાણ પૂરવા ઉદય કાનગડ મકકમ

રાજકોટઃ વિકાસ છેલ્લા ચાલીસ વર્ષોમાં એવો થયો કે આ શહેર હવે મેટ્રો બનવાથી બહુ દુર નથી. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન, રાજ્‍યમાં ભાજપ અને હવે આઠ વર્ષથી તો કેન્‍દ્રમાં પણ ભાજપ છે તેને લીધે વિકાસ સિવાય કોઈ અન્‍ય વાત નથી. રાજકોટનો સામો કાંઠો કે ઉપલો કાંઠો ગણાતો વિસ્‍તાર રાજકોટનો ચહેરો છે, રાજકોટનું હૃદય છે. ઉદ્યોગ અને વ્‍યવસાય રહેણાક અને સેવાક્ષેત્ર તે બધાનો ત્‍યાં સમન્‍વય છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીના આ વિસ્‍તારના એટલે કે પુર્વ રાજકોટ ૬૮ના ઉમેદવાર ઉદય કાનગડ છે. ઉદયભાઈ શહેરના મેયર, સ્‍ટેન્‍ડીંગ કમિટિન ચેરમેન રહી ચૂકયા છે તેથી શહેરની સમસ્‍યાથી તેઓ અનેકગણા વાકેફ છે. વિધાનસભામાં તેઓ ચૂંટાશે તો આ ઊપલો કાંઠો ઊંચકાશે તેનો વિકાસ થશે અને તે ઉંચેરો કાંઠો બનશે. તેમ કમલેશભાઈ મીરાણી અને રાજુભાઈ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.

ઉદયભાઈ કાનગડ એક વિઝનરી નેતા છે અને ભૂતકાળમા તેમણે મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તરીકે અલગ-અલગ સમયે ફરજ બજાવીને આ વિસ્‍તારના વિકાસ તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ હતું. હવે જ્‍યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્‍યારે તેમના બહોળા અનુભવનો લાભ રાજકોટને મળશે તે નિヘતિ છે. તેમ જણાવાયું છે.

રાજકોટ પૂર્વ વિસ્‍તારમાં ઉદયભાઈ કાનગડે જ્‍યા-જ્‍યા જાહેરસભાને સંબોધી છે ત્‍યા-ત્‍યાં આ વિસ્‍તારનો વિકાસ એ જ મારી પ્રાથમિકતા છે તેવો દ્રઢપણે સકલ્‍પ જાહેર કર્યો હતો. પ્રજાની સેવાને જ પોતાનો ધર્મ માનતા ઉદયભાઈ કાનગડ આ વિસ્‍તારમાં અધૂરા રહેલા કાર્યો બનતી ત્‍વરાએ પૂરા કરવા માટે વચનબધ્‍ધ છે.  તેમણે જુદા-જુદા વિસ્‍તારમાં યોજાયેલી જાહેરસભાઓમા પણ કહ્યું હતું કે રાજકોટ પૂર્વ વિસ્‍તારનો પヘમિ જેવો વિકાસ કરવાની મારી કલ્‍પના છે અને તેમાં પ્રજાજનો સહયોગ આપે તો આ કલ્‍પના વધુ ઝડપે મૂર્તિમત થશે. તેમ કમલેશભાઈ મીરાણી અને રાજુભાઈ ધ્રુવની યાદીના અંતમાં જણાવાયું છે.

(3:47 pm IST)