Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કુબલીયાપરાની વજી ઉર્ફે વજલી સોલંકી લાપતા

થોરાળા પોલીસે યુવતીની શોધખોળ આદરી

રાજકોટ તા. ર૯ : ભાવનગર રોડ કુબલીયાપરામાં રહેતી યુવતી પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા થોરાળા પોલીસને જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ કુબલીયાપરામાં ઝુપડામાં રહેતી વજી ઉર્ફે વજલી કાનાભાઇ સોલંકી (ઉ.ર૪) ગત તા.ર૬ ના રોજ પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ.આઇ. જે.પી.નીમાવત સહિતે યુવતીની શોધખોળ હાથ ધરી છે. તેણે મરૂન કલરનું ગાઉન અને કાળા કલરની ઓઢણી પહેરેલ છે તેના જમણા હાથમાં ત્રણ સ્‍ટારનું ટેટુ ત્રોફાવેલ છે જો કોઇને આ યુવતી જોવા મળે તો પોલીસ કંટ્રોલ ફોન નં. ૦ર૮૧ ર૪પ૭૭૭૭ તથા થોરાળા પોલીસ સ્‍ટેશનનુ ફોન નં. ૦ર૮૧-ર૩૮૯પપર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:47 pm IST)