Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

છેતરપીંડી અંગેના કિસ્સામાં પોલીસ રિપોર્ટ વિરૃધ્ધ ફરિયાદ થતા સમન્સનો આદેશ

રાજકોટ,તા. ૨૯ : અત્રે પોલીસના રિપોર્ટ વિરૃધ્ધ અદાલતે કરેલ હુકમ કરેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે ફરીયાદી જયેશભાઇ શામજીભાઇ ભલગામા, રહે.-રાજકોટ વાળાએ પોલીસમાં ફરીયાદ કરેલ કે જેરામભાઇ છગનભાઇ કળથીયા અને તેમના પત્ની વનીતાબેન તથા નરશીભાઇ છગનભાઇએ વિદેશમાંથી ભંગાર મંગાવી ધંધો કરવા માટે સમજાવેલ અને તેમણે કુલ રૃા. ૧,૧૮,૦૦૦ જેરામભાઇને આપેલ અને માલ મંગાવેલ બાદમાં ફરીયાદીની જાણ તેમજ સંમતિ વિના છેતરપીંડી કરવાના બહાને માલ વેંચી નાખેલ. જેથી જયેશભાઇએ પોલીસ ફરીયાદ કરતાં પોલીસે ફરીયાદ કે ગુનો બનતો નથી તેવો રીપોર્ટ કરેલ.

આ અંગે ફરીયાદીના વકીલે એવો ટેકનીકલ મુદ્દો ઉપસ્થિત કરેલ કે પોલીસ રીપોર્ટ સામે પ્રોટેસ્ટ પીટીશન દાખલ થઇ શકે અને તે અંગે પોલીસે યોગ્ય તપાસ કરેલ ન હોય જેથી અમારી ફરીયાદ ખાનગી ફરીયાદ તરીકે આગળ ચલાવી શકાય અને તે અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદો રજુ કરેલ અને તે અનુસંધાને અદાલતે આરોપીઓ સામે પ્રાઇવેટ કમ્પલેન દાખલ કરી આરોપીઓને સમન્સ બજાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી રાજકોટના ધારાશાસ્ત્રી અંજનાબેન કે. ચૌહાણ રોકાયેલા હતા.

(4:16 pm IST)