Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલ દ્વારા વાર્ષિકોત્‍સવની ઉજવણી

દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલ રાજકોટ દ્વારા ૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે રંગારંગ વાર્ષિકોત્‍સવનું આયોજન કરાયુ હતુ. નર્સરીથી ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ નૃત્‍ય, સ્‍કેટીંગ, ગીત સંગીત સહીતની ઓરકેસ્‍ટ્રા બેન્‍ડના સથવારે સુંદર રજુઆત કરી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ અતિથિ વિશેષ અને શાળાના પ્રિન્‍સીપાલ રાજીવ રંજનના હસ્‍તે કરાયો હતો. બાદમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલ સમાજમાં સારૂ પદ હાંસલ કરનાર પ્રતિભાઓનું આ તકે સ્‍મૃતિ ચિન્‍હ આપી સન્‍માન કરાયુ હતુ. સન્‍માનીત પૂર્વ વિદ્યાર્થીઓએ પણ સંસ્‍મરણો વાગોળી સંસ્‍થાના સૈધ્‍ધાંતિક મુલ્‍યોની સરાહના કરી હતી.

(4:21 pm IST)