Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અપક્ષ અમરદાસ દેસાણીએ કોંગ્રેસના હિતેષભાઇ વોરાને સમર્થન જાહેર કર્યુ

રાજકોટ તા. ૨૯ : વિધાનસભા ૭૦ દક્ષિણમાંથી અમરદાસ દેસાણી (કોઠારીયા કોલોની) એ પ્રેશર કુકરના નિશાન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હવે તેઓએ આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઇ વોરાને બીનશરતી ટેકો જાહેર કરેલ છે.તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે અમારા એક સર્વે મુજબ કોંગ્રેસના હિતેષભાઇ વોરાને જીત માટે ખુટતા ૨૫૦૦ થી ૩૦૦૦ મત મળી જાય તે હેતુથી અમોએ તેમને સમર્થન જાહેર કરેલ છે. કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઇને જીતાડવા અમરદાસ દેસાણી (મો.૯૪૦૯૪ ૩૬૧૯૭) એ મતદારોને અપીલ કરી છે.

(4:21 pm IST)