Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઈન્‍દ્રનીલ રાજયગુરૂના કામ બોલે છેઃ કોંગ્રેસ

હિન્‍દુ- મુસ્‍લિમ એકતા અને ભાઈચારાને વેગ આપ્‍યોઃ સાચા સમાજ સેવક તરીકે છવાયા

રાજકોટ : રાજકોટ વિધાનસભા -૬૮ના કોંગ્રેસનાં ઉમેદવાર અને પ્રખર રાષ્‍ટ્રવાદી ઇન્‍દ્રનીલ રાજગુરૂનો શહેરના પૂર્વ વિસ્‍તારમાં પ્રચાર અંતિમ તબકકામાં છે ત્‍યારે અત્‍યાર સુધીના પ્રચારમાં તેઓ સંપૂર્ણપણે છવાયેલા રહ્યા છે અને પોતાની જીત નિતિ કરી છે. પ્રચારના આ દિવસો દરમિયાન ઇન્‍દ્રનીલ રાજગુરૂએ રોડ શો અને જાહેર સભા ઉપરાંત જૂથ મીટીંગ પણ યોજી હતી અને લોકોનો સહકાર માગ્‍યો હતો. તેમ એક યાદીમાં જણાવાયું છે.

૨૦૧૨માં ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા બાદ ઇંદ્રનીલ રાજગુરૂએ કરેલા કામો પ્રજા આજદિન સુધી ભૂલી નથી ફરી એકવાર તેઓને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્‍પ લોકોએ કર્યો છે સામા કાંઠાના લોકોની જન સુખાકારી અને વિવિધ -‘ોને સતત વિધાનસભામાં ઉજાગર કરી સતત પ્રજાની વચ્‍ચે રહી કામ કરતા કોંગી ઉમેદવાર શ્રી રાજગુરૂને પ્રજાના પ્રહરી તરીકે કામ કરવાનો દ્રઢ નિヘય લોકોએ કરી લીધો છે તેના જ ફળ સ્‍વરૂપે લોકોનું પ્રચંડ જન સમર્થન મળી રહ્યું  હોવાનું જણાવાયું છે. આ વખતે ઇન્‍દ્રનીલ રાજગુરુ જ્‍યાં જ્‍યાં પ્રચારમાં ગયા ત્‍યાં ત્‍યાં તેમણે મતદારોનો જોરદાર પ્રતિસાદ મળ્‍યો હતો અને તેમણે જંગી બહુમતીએ વિજયી બનાવવા માટે વચન આપ્‍યું હતું.  તેઓએ  આ વિસ્‍તારમાં ૨૦૧૨ અને ૨૦૧૭ દરમિયાન કરેલા કાર્યો બોલી રહ્યા છે અને લોકો તેમને ફરી એક વખત આ વિસ્‍તારના ધારાસભ્‍ય તરીકે જોવા ઈચ્‍છતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:22 pm IST)