Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ચૂંટણીમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ રાજકોટના એડીશ્‍નલ કલેકટર ખાચર તથા પ્રાંત વિવેક ટાંકને એવોર્ડ

રાજકોટ તા. ર૮ :.. વિધાનસભા ર૦રર ની સામાન્‍ય ચૂંટણી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અનુલક્ષીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરે જિલ્લાની કુલ આઠ વિધાનસભામાં સારી રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્‍ન કરેલ. તથા મતદાર જાગૃતિ વિવિધ કેમ્‍પેઇનમાં યંગ વોટર્સને જાગૃત કર્યા જે બદલ રાજયમાંથી કુલ ત્રણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીમાંથી તેમની શ્રેષ્‍ઠ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી, અને પંચ દ્વારા રાજયકક્ષાનો એવોર્ડ અપાયો હતો.

આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં ૧૮ર બેઠકો માંથી ૭૧ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા એ માઇક્રો પ્‍લાનીંગ કરી તથા ચૂંટણીના વિવિધ તબકકાઓમાં સુચારૂ આયોજન કરી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ખુબ સારી રીતે પૂર્ણ કરી તથા ૩૮૪ બુથ પર મતદાર યાદીની સુધારણા પ્રવૃતિની સઘન કામગીરી દ્વારા વધુમાં વધુ યુવા મતદારોને સામેલ કરી મતદાર યાદી ક્ષતિરકિત બનાવવાની કામગીરી બદલ ૭૧ રાજકોટ ગ્રામ્‍ય પ્રાંત અધિકારી વિવેક ટાંકને શ્રેષ્‍ઠ ઇઆરઓ તરીકેનો રાજય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.  બંને અધિકારીઓને કલેકટર-એડી. કલેકટર તથા અન્‍ય સ્‍ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતાં.

(1:39 pm IST)