Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જિલ્લા આયોજન કચેરી દ્વારા ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૯૬૭ લાખના કામોને મંજૂરી

રાજકોટ તા. ૨૭ : રાજકોટ જિલ્લા આયોજન કચેરી જિલ્લાની પ્રગતિ અર્થે સતત પ્રયત્‍નશીલ છે. ત્‍યારે જિલ્લામાં વિવિધ જોગવાઇઓ તથા ગ્રાન્‍ટ હેઠળ અનેક વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે તથા અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે તેમજ વિવિધ વિકાસ કામો પૂર્ણ થઈ ગયા છે.

વર્ષ ૨૦૨૨-હુ દરમિયાન વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. ૧૩૯૯.૦૫ લાખના ૪૬૧ વિકાસ કામોને, ૫% પ્રોત્‍સાહક જોગવાઈ હેઠળ રૂ. ૨૫ લાખના ૫ કામને, ખાસ પછાત વિસ્‍તાર (પાંચાલ) જોગવાઈ હેઠળ રૂ. ૧૧ લાખના ૪ કામોને તેમજ ‘આપણો તાલુકો, વાઈબ્રન્‍ટ તાલુકો' જોગવાઈ હેઠળ રૂ. ૧૫૩૨.૧૪ લાખના ૫૯૩ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. એમ કુલ રૂ. ૨૯૬૭.૧૯ લાખના ૧૦૬૩ વિકાસ કામોને વહીવટી મંજૂરી અપાઈ છે, તેમ જિલ્લા આયોજન કચેરીની યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)