Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

એરેના એનિમેશન શાખાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ : ક્રિએટીવ માઇન્‍ડ સ્‍પર્ધામાં ૫ એવોર્ડ

રાજકોટ,તા.૨૭ : એરેના એનિમેશનએ ભારતીની સૌથી વિશ્વનીય એનિમેશન સંસ્‍થા છે., રાજકોટમાં એરેના એનિમેશન કાલાવડ રોડ બ્રાંચ ગુજરાતના શ્રેષ્‍ઠ કેન્‍દ્રોમાં સ્‍થાન ધરાવે. છે. જેના વિદ્યાર્થીઓએ ક્રિએટીવ માઇન્‍ડ સ્‍પર્ધામાં ૫ એવોર્ડ જીતી સંસ્‍થાનું ગૌરવ વધાર્યુ છે.

 સમગ્ર ગુજરાતમાં એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ વચ્‍ચે ક્રિએટિવ માઇન્‍ડ સ્‍પર્ધા યોજાઈ હતી, જેના માટે પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય ઑડિટોરિમ, અમદાવાદ ખાતે ભવ્‍ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  ૯  કેટેગરીમાંથી એરેના એનિમેશન કાલાવડ રોડ શાખાના વિદ્યાર્થીઓએ ૫ એવોર્ડ જીત્‍યા હતા.

હર્ષિલ માંડલિયા, રૂતિક આડેસરા અને ધ્રુવિલ રાણપરાએ પ્રોડક્‍ટ પેકશોટ કેટેગરીમાં દ્વિતીય ઇનામ જીત્‍યું હતું, મનન હેરમાએ મેગેઝિન કવર ડિઝાઇન કેટેગરીમાં દ્વિતીય ઇનામ જીત્‍યું હતું, અતુલ સોલંકી અને વેંકટેશ મદ્રાસીએ શોર્ટફિલ્‍મ કેટેગરીમાં ત્રીજું ઇનામ મેળવ્‍યું હતું, રોહન મારૂ, અંકિત જોગિયા અને નૈતિક ખેરાડિયાએ પ્રોડક્‍ટ પેકશોટ કેટેગરીમાં ત્રીજું ઇનામ જીત્‍યું અને ધીરજ મહેશ્વરીએ ડિજિટલ વિડિયો ઇલ્‍યુઝન કેટેગરીમાં ત્રીજું ઇનામ જીત્‍યું હતું.

(4:32 pm IST)