Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

કાલે રાજકોટ સહીત રાજયભરમાં પંચાયત માટે જુનીયર કલાર્કની પરીક્ષાઃ ૯ાા લાખ ઉમેદવારોઃ જડબેસલાક બંદોબસ્‍ત

તમામ પરીક્ષા કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરાઃ ર૯૯પ કેન્‍દ્રોઃ ૪ર જેટલા સ્‍ટ્રોંગ રૂમ : ૭૫૦૦ પોલીસ જવાનો : કુલ ૭૦ હજારનો સ્‍ટાફ તૈનાત : પોલીસ અને સીનીયર અધીકારીઓની ર૯૧ જેટલી ફલાઇંગ સ્‍કવોડ

રાજકોટ, તા., ર૮: આવતીકાલે રાજકોટ સહીત રાજયભરમાં પંચાયત માટે જુનીયર કલાર્કની પરીક્ષા લેવાશે. આ માટે સરકારે જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. કાલે જુનીયર કલાર્ક (વહીવટી હિસાબી) પંચાયત સેવા વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા કાલે સવારે ૧૧ થી ૧ર કલાક દરમિયાન તમામ જીલ્લાઓ (ગીર સોમનાથ સિવાય) ખાતે યોજાનાર છે. પરીક્ષામાં કુલ ૯,પ૩,૭ર૩ ઉમેદવારો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે.

પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ ર૯૯પ પરીક્ષા કેન્‍દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે. તમામ પરીક્ષા કેન્‍દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦ ટકા સીસીટીવી કેમેરા લાઇવ રેકોડીંગ સહીત લગાવવામાં આવેલ છે.

પરીક્ષાના સીલબંધ મટીરીયલ્‍સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ ૪ર જેટલા સ્‍ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્‍ટ્રોંગરૂમ ખાતે ર૪ કલાક હથીયારધારી પોલીસ બંદોબસ્‍ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે.

સદર પરીક્ષામાં રાજયભરના તમામ  જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે ૭પ૦૦ જેટલા પોલીસ કર્મીઓ સહીત આશરે ૭૦,૦૦૦ જેટલો સ્‍ટાફ રોકવામાં આવેલ છે.

પરીક્ષા પુરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજયમાં હથીયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી ર૯૧ જેટલી ફલાઇંગ સ્‍કવોડ રાખવામાં આવેલ છે.

 જીલ્લાના સ્‍ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્‍દ્રો સુધી પરીક્ષા લક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ ૯૯૩ જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટ વાહનને હથીયાધારી  પોલીસ બંદોબસ્‍ત હેઠળ રૂટ સુપરવાઇઝર દ્વારા મોકલવામાં આવશે.

ઉમેદવારો સુરક્ષીત તેમજ કાયદો વ્‍યવસ્‍થા અંતર્ગત શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જીલ્લામાં પુરતો પોલીસ બંદોબસ્‍ત કરવામાં આવેલ છે.

પરીૅક્ષા કેન્‍દ્રો ખાતે મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસ કર્મીઓ અને પુરૂષ ઉમેદવારો માટે પુરૂષ પોલીસ કર્મીઓ દ્વારા  ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા  ૧૦૦ ટકા ફીસ્‍કીંગ કરવામાં આવનાર છે.

પરીક્ષા કેન્‍દ્રની અંદર કોઇ પણ ઉમેદવાર મોબાઇલ, સ્‍માર્ટ વોચ, બ્‍લુટુથ, ઇયરફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ અંગેના પ્રતિબંધ  જાહેરનામા સબંધીત સક્ષમ અધિકારી દ્વારા બહાર પાડી દેવામાં આવેલ છે.

ઉમેદવાર માત્ર પોતાનો પ્રવેશપત્ર (કોલ લેટર / હોલ ટીકીટ) પેન અને ઓળખની ખાતરી માટે અસલ ફોટો ઓળખપત્ર (આધાર કાર્ડ / પાનકાર્ડ /ચુંટણી કાર્ડ / ડ્રાઇવીંગ લાઇસન્‍સ / પાસપોર્ટ વિગેરે પૈકી કોઇ એક) પરીક્ષા કેન્‍દ્રની અંદર લઇ જઇ શકશે.  અન્‍ય કોઇ પણ પ્રકારનું સાહિત્‍ય કે બેગ લઇ જઇ શકશે નહી.

પરીક્ષા દરમિયાન ઉમેદવારોની OMR શીટ ઉપર ઉમેદવારના ડાબા હાથના અંગેુઠાનું નિશાન લેવામાં આવશે.

ઉમેદવારોને પરીક્ષા કેન્‍દ્રો ખાતે પરીક્ષા કેન્‍દ્ર શોધવા બાબતે કે અન્‍ય આનુષાંગિક પુછપરછ માટે દરેક જીલ્લા ખાતે હેલ્‍પલાઇન નંબર પણ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.

પરીક્ષા પુર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્‍કેનીંગ જિલ્લા કક્ષાએથી જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં સીસીટીવી કેમેરા રેકોડીંગ હેઠળ કરવામાં આવશે અને સ્‍કેનીંગ કાર્ય પુર્ણ થયા બાદ તુરંત મંડળની વેબસાઇટ ઉપર સર્ચ ઓપ્‍શન સાથે અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની OMR  શીટ જોઇ શકશે અને ડાઉનલોડ કરી પ્રિન્‍ટ કરી શકશે.

(11:34 am IST)