Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાવકીમાં ટ્રેકટરનું વ્હીલ કેબલની કુંડીમાં ફસાતાં ટ્રોલીમાંથી પટકાતાં મજૂરનું મોત

મુળ ગોધરા પંથકના રમેશે રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૩૦: લોધીકાના રાવકીમાં  ટ્રેકરટરનું વ્હીલ કેબલના ખાડામાં ફસાતાં પાછળ ટ્રોલીમાં બેઠેલો મુળ ગોધરા પંથકનો મજૂર રમેશ બાબુભાઇ વસુનીયા (ઉ.વ.૩૮) નીચે પડી જતાં અને માથા પર વ્હીલ ફરી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

રમેશને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર કારગત નિવડી નહોતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ટ્રેકટરમાં મજૂરી કરતો હતો. ટ્રેકટર ખાલી કરીને પરત આવતી વખતે રસ્તામાં બનાવ બન્યો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:54 am IST)