Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જસલોક હોસ્પિટલમાં સંશોધન

કોવિડ-૧૯ પુરૃષની પ્રજનન ક્ષમતાને પ્રતિકૂળ અસર કરી શકે છે

(કેતન ખત્રી), અમદાવાદઃ જસલોક હોસ્પિટલમાં હાથ ધરાયેલ આ પ્રકારનું પ્રથમ સંશોધન દર્શાવે છે કે કોવિડ  ૧૯ પુરૃષની પ્રજનન ક્ષમતાને પ્રતિકૂળ અસર કરી શકે છે. જસલોક  હોસ્પિટલ એન્ડ  રિસર્ચ  સેન્ટર,  મુંબઈની  અગ્રણી મલ્ટીસ્પેશિયાલિટી  હોસ્પિટલ,  મેડિકલ  ક્ષેત્રના  વિવિધ  ક્ષેત્રોમાં  નવીનતમ  તકનીક  અને  હસ્તક્ષેપો  શરૃ  કરવા  માટે  જાણીતી  છે. જસલોક  ફર્ટિલટ્રી  ઇન્ટરનેશનલ  ફર્ટિલિટી  સેન્ટરના  ડાયરેકટર  અને  જસલોક  હોસ્પિટલના  અસિસ્ટેડ  રિ પ્રોડકશન  એન્ડ  જિનેટિકસના  ડાયરેકટર  ડો. ફિરૃઝા  પરીખ  અને  ત્ત્વ્,  મુંબઈમાં  પ્રોટીઓમિકસ  લેબના  વડા  ડો. સંજીવ શ્રીવાસ્તવ  દ્વારા  હાથ  ધરવામાં  આવેલા  તેના  તાજેતરના  પ્રથમ  પ્રકારના  અભ્યાસ  સંશોધનમાં  દર્શાવવામાં  આવ્યું છે.  કે  ઘ્બ્સ્ત્ઝ્ર૧૯  પુરૃષ  પ્રજનન  ક્ષમતા  પર  પ્રતિકુળ  અસર  કરી  શકે  છે. તે  પુરૃષ  પ્રજનનમાં  સામેલ  મહત્વ પૂર્ણ  જનીનો  અને  પ્રોટીનને  અવ્યવસ્થિત  કરે  છે.

કોવિડ-૧૯  રોગચાળો  શરૃઆતમાં શ્વસનતંત્રને  અસર  કરે છે એમ માનવામાં આવતું હતું. જેમ જેમ સમય વિતતો ગયોતેમ,  કાર્ડિયાક અને ન્યુરોલોજીકલ લક્ષણો સામે આવ્યા,  જ્યારે હવે તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે તે પુરૃષ પ્રજનન પ્રણાલીને અસર કરે છે. આ અભ્યાસ અમેરિકન કેમિકલ સોસાયટીના જર્નલમાં પ્રકાશિત થયો. સંશોધન ટીમે ૧૦ સ્વસ્થ પુરૃષો અને ૧૭ પુરૃષોના વીર્યના નમૂનાઓનું વિશ્લેષણ કર્યું જેઓ તાજેતરમાં કોવિડ૧૯ માંથી સાજા થયા હતા.૨૦ થી ૪૫ વર્ષની વયના કોઈ પણ પુરૃષને વંધ્યત્વનો અગાઉનો ઈતિહાસ નહોતો.ટીમે શોધી કાઢ્યું હતું કે પુનઃપ્રાપ્ત થયેલા પુરૃષોમાં વીર્યની સંખ્યા અને ગતિશીલતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને સામાન્ય રીતે આકારના શુક્રાણુઓ ઓછા હતા, જેમને કોવિડ-૧૯ થયો ન હતો.ડો.સંજીવા શ્રી વાસ્તવા કહ્યું, વીર્ય પુરૃષ પ્રજનન પ્રણાલીના એકંદર કાર્યને પ્રતિબિંબિત કરતું હોવાથી, મહત્વપૂર્ણ પરિમાણો માનું આ વિક્ષેપ એ લાંબા ગાળાના નુકસાનનું સૂચક છે જે લ્ખ્ય્લ્-ઘ્ંરુ૨  વાયરસ પુરૃષ પ્રજનન તંત્રને કરી શકે છે.આ તેના પ્રકારનો પ્રથમ અનોખો અભ્યાસ છે જ્યાં પ્રજનન પ્રણાલીના વિવિધ ભાગોના વાસ્તવિક કાર્ય અને સંડોવણીને  ઓળખી શકાય છે.

(4:22 pm IST)