Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સદર પોલીસ ચોકીથી ખોડીયાર હોટલ સુધી તમામ વાહનો માટે કાલે અને પરમદિવસે સવારે ૯ થી રાત્રે ૯ સુધી વાહનો માટે પ્રવેશબંધી

રાજકોટ રથયાત્રા માટે આ વર્ષે પોલીસ વધુ સતર્ક : રથયાત્રાના રર કિ.મી.ના રૂટ ઉપર યાત્રા પસાર થતા પૂર્વે એક કલાક પહેલા નો પાર્કીગ-પ્રવેશબંધી ફરમાવતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

રાજકોટ, તા., ૩૦: આવતીકાલે અષાઢી બીજના પવિત્ર દિવસે રાજકોટના મુખ્‍ય માર્ગો પરથી પસાર થનારી રથયાત્રા માટે અત્‍યાર સુધીમાં કદી નહિ ગોઠવાયેલો અભૂતપૂર્વ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. જગ્‍યાએ-જગ્‍યાએ ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્‍યું છે. 

રર કિલોમીટરના રૂટ પૈકી સદર બજારના સાંકડા રૂટ ઉપર  ટ્રાફીક જામ સહીતના  પ્રશ્નો ન સર્જાય તે માટે કાલે અને પરમદિવસે સવારે ૯ થી ૯ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આવતીકાલે  સવારે  જગન્નાથ મંદિર, કૈલાશધામ આશ્રમ, નાનામૌવાથી શરૂ થનારી રથયાત્રા મોકાજી સર્કલથી શરૂ થઇ વૃંદાવન સોસાયટી, નીલ દા ઢાબા ચોક, પુષ્‍કરધામ, આલાપ એવરન્‍યુ, શિવશકિત કોલોની (જે.કે.ચોક), આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્‍દ્ર રોડ, સ્‍વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઇન રોડ, નારાયણનગર, પી.ડી.એમ.કોલેજ, સ્‍વામીનારાયણ ચોક,  આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામૌવા મેઇન રોડ સર્કલ, શાષાીનગર, અલય પાર્ક, ગોવીંદ પાર્ક થઇ કૈલાસધામ આશ્રમ નીજ મંદિર ખાતે મહાઆરતી સાથે પુર્ણ થશે. આ રૂટ ઉપર યાત્રા પસાર થાય તે પૂર્વે એક કલાક પહેલા  નો પાર્કીગ અને પ્રવેશબંધી કરવામાં આવી છે. ઉપરાંત જગ્‍યાએ-જગ્‍યાએ ટ્રાફીકની સરળતા ખાતર કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્‍યા છે.

(3:06 pm IST)