Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ચેક રિટર્ન કેસમાં મોરબી કોર્ટ દ્વારા આરોપીને ૯૦ દિવસની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો


મોરબી તા. ૩૦ :.. અત્રે ગોપાલ સોસાયટીમાં સામાકાંઠે રહેતા ફરીયાદી સાગરકુમાર જયંતિલાલ પટેલે મુળ સુરતના અને મોરબીના શકન શનાળા ગામે નંદની એપાર્ટમેન્‍ટમાં રહેતા આરોપી બકુલ રવજીભાઇ રાસમીયા સામે નોંધાયેલ ચેક રિટર્નની ફરીયાદનો કેસ ચાલી જતાં મોરબીના ચીફ. જયુ.  મેજી. અર્ચિત વોરાએ આરોપીને ૯૦ દિવસની સજા અને બમણી રકમનો દંડ ફટકારીને ૯ ટકા વ્‍યાજ સાથે રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ફરીયાદી અને આરોપી મિત્રો હોય મિત્રતાના સંબંધે આરોપીને ધંધાકીય હેતુ માટે રૂપિયાની જરૂર પડતા ફરીયાદી પાસેથી રૂા. ૪ લાખ ઉછીના લીધા હતાં. ત્‍યારબાદ તેની ચૂકવણી પેટે ચેક આપેલ જે પરત ફરતાં ફરીયાદીએ નેગોસીએબલ એકટ અન્‍વયેની ફરીયાદ નોંધાવી હતી.આ કેસ ચાલી જતાં મોરબીના ચીફ. જયુ. મેજી. શ્રી અર્ચિત એન. વોરાએ આરોપીને ૯૦ દિવસની  સજા અને રૂા. ૪ લાખની રકમનો બમણો ૮ લાખ લાખનો દંડ ફટકારી ૯ ટકાના વ્‍યાજે રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ પી. ડી. માનસાતા રોકાયા હતાં.

 

(3:07 pm IST)