Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દશ લોકોથી શરૃ થયેલ ભાજપ આજે કરોડો સભ્યો ધરાવતો વિશાળ વટવૃક્ષ બન્યોઃ રત્નાકરજી

ત્યાગી-તપસ્વીઓના સમર્પણથી ભાજપનો વૈભવ વધ્યોઃ વિનોદભાઇ ચાવડા : ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સંબોધન

રાજકોટ તા.૩૦ : પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ગુજરાતભરની ૧૮ર વિધાનસભામાં પ્રભારીઓની નિમણુંક કરેલ છે. ત્યારે દરેક વિધાનસભામાં બુથ, શકિત કેન્દ્ર, વોટસઅપગ્રુપ તેમજ પ્રાથમીક સદસ્યતા અભિયાનને વેગ મળે તેવી બાબતોને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ ઝોનવાઇઝ બેઠકનો પ્રારંભ થઇ રહ્યો છે, તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની રાણીંગા વાડી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભાના પ્રભારીઓ, પ્રમુખે વિસ્તારકો તેમજ સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, વિનોદભાઇ ચાવડા, તેમજ સૌરાષ્ટ્રની ૪૮ વિધાનસભાના પ્રભારીઓ, જીલ્લા-મહાનગરના પ્રમુખ અને સંગઠનના પ્રભારીઓ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ અને સ્વાગત પ્રવચન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરાએ કરેલ.

આ તકે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવેલ કે ભારતીય જનસંઘના નામથી માત્ર દશ લોકો દ્વારા શરૃ થયેલ પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી સ્વરૃપે કરોડો સભ્યોની સંખ્યા ધરાવતુ વિશાળ વટવૃક્ષ બની ગયેલ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનું ગૌરવ આપણે લઇ શકીએ છીએ ત્યારે કેન્દ્ર અને દેશના અનેક રાજયમાં પણ ભારતીય જનતા પાર્ટી સતાના માધ્યમથી સેવાની સુહાસ ફેલાવ રહી છે.

આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવેલ કે અનેક ત્યાગી અને તપસ્વીઓના સમર્પણ થકી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે ત્યારે ભારતમાતાને પરમ વૈભવના સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાગ પરિશ્રમ થકી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને કાર્યકર્તાઓની મહેનતના બળે આજે દેશના ઘણા રાજયોમા ભાજપ સત્તાસ્થાને  છે

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઇ જોટાંગીયા, મહેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)