Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

એરપોર્ટ રોડના ગાર્ડનમાં વૃક્ષનું છેદનઃ

રાજકોટઃ અહિંના એરપોર્ટ રોડ ઉપર આવેલ ગાર્ડનમાં કોઇએ વૃક્ષનું છેદન કરી નાખતા વૃક્ષ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનિય છે કે આ ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્‍યામાં બાળકો તેમના પરિવારજનો સાથે આવતા હોય છે સવાર -સાંજ વોકીંગ કરવા પણ અનેક લોકો આવે છે. કોઇએ વૃક્ષનું છેદન કરતા આવા લોકો સામે પગલા લેવા પણ માંગણી કરાઇ છે.

 

(3:43 pm IST)