Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્‍બે વધુ ૧૦ રૂા.નો ઉછાળો

તહેવારો પૂર્વેજ સટોડીયાઓ ફરી મેદાનમાં

રાજકોટ તા. ૩૦: ખાદ્યતેલોના ભાવો ઘટયા બાદ તહેવારો આવતા જ ફરી સટોડીયાઓ મેદાનમાં આવ્‍યા હોય તેમ ખાદ્યતેલોના ભાવોમાં સતત વધારો થયેલ છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો છે.
સ્‍થાનીક બજારમાં વરસાદ ખેંચાતા મગફળી અને કપાસની સીઝન મોડી થશેના અહેવાલે સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા) ના ભાવ ૧પ૬પ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પ૭પ રૂા. થયા હતા, સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૮૦ થી ર૭૩૦ રૂા. હતા તે વધીને ર૬૯૦ થી ર૭૪૦ રૂા. થયા હતા તેમજ કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા. વધ્‍યા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૧પ રૂા. હતા તે વધીને ૧૪રપ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૪૮૦ થી રપ૩૦ રૂા. હતા તે વધીને ર૪૯૦ થી રપ૪૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.
સૌરાષ્‍ટ્રમાં વરસાદ ખેંચાયાના બહાને ખાદ્યતેલોમાં ફરી સટોડીયાઓ મેદાનમાં આવ્‍યા હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

 

(3:49 pm IST)