Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શહેરના વિવિધ વિસ્‍તારમાં વધુ ૪૦ ખાણી પીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ

કાળા મરી અને શુધ્‍ધ ઘીના નમૂના લેવાયાઃ મનપાની ફુડ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૩૦ :.. મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં ૪૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હતું. આ ચેકીંગ દરમ્‍યાન ૩૧ ખાદ્ય ચીજોના નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જયારે એરપોર્ટ રોડ, મંગળા રોડ પરથી કામગીરી, અને શુધ્‍ધ ઘીના નમૂના લેવામાં આવ્‍યા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે હનુમાન મઢી ચોક, કોટેચા ચોક, રાજનગર, ઓમનગર ૪૦ ફુટ રોડ વિસ્‍તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૪૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડા પીણા, આઇસ્‍ક્રીમ પ્રિપેર્ડ ફુડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૩૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.
નમૂના લેવાયા
ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) કાળા મરી (૧૦૦ જીએમ પેકડ), સ્‍થળ શીતલ સુપર માર્કેટ રેસકોર્સ પાર્ક,  બીલ્‍ડીંગ નં. ૩૭, દુકાન નં. ૧-૬ એરપોર્ટ રોડ, (ર) શુધ્‍ધ ઘી (લુઝ) સ્‍થળ પોપટ મહેન્‍દ્રભાઇ જમનાદાસ મંગળા રોડ, શેરી નં. પ ખુણો ખાતેથી ર નમૂના લેવામાં આવ્‍યા છે.

 

(3:51 pm IST)