Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રામધામ પુષ્‍કરમાં શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમે રવિવારથી ધાર્મિક કાર્યક્રમો

શ્રી રામચરિત માનસ પારાયણ પાઠ પ્રવચન, શ્રીહનુમાનજી મહારાજનું સર્વોપચારથી પૂજન

રાજકોટઃરામધામ, પુષ્‍કર મુકામે પૂ. શ્રી રણછોડદાસજી મહારાજના સાધકે આશ્રમે ગુરૂપૂર્ણિમા-મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા (૫૧મો)ના પાટોત્‍સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

શરીરમાંના લોહીના અંતિમ બિંદુ સુધી પરહિત માટે જેમણે સમગ્ર જીવન વ્‍યતિત કર્યુ ભુખ્‍યાને અન્ન-તરસ્‍યાને પાણી નવષાાન ેવષા અને બિમારની સર્વ પ્રકાર સેવા-સુવિધા પહોંચાડવી એ જ ઇશ્વરની ખરી સેવાનો બોધ પોતાના આવાં અનેક કાર્યો થકી પોતાના વિશાળ ભકત સમુદાયને આપનારો દેશના અનેક પ્રદેશોમાં નેત્રયજ્ઞનું આયોજન ફરી ગરીબ, પછાત આદિવાસી પ્રજાની નિઃશુલ્‍ક સેવાની જેમણે ઘણાં વર્ષો પહેલાં સૌપ્રથમ પહેલ કરી અને અનેકોને નવી દૃષ્‍ટિ બક્ષનાર બન્‍યાં.

રોજના પંદર હજારથી લઇને પચાસ હજાર ભુખથી ત્રસ્‍ત લોકો માટે દુષ્‍કાળ રાહત કેમ્‍પ દરમ્‍યાન દિવસો નહિં મહિનાઓ સુધી અન્નદાનનો વિશેષ મહિમા પોતાના હજારો શિષ્‍યગણને સામે રાખી અનેક સ્‍થળે કરાવતા રહયા, એવાં સંત શિરોમણી, તપસ્‍વી યોગી (સાધુ પુરુષની ગહનતા અને એમના કરેલાં ઉપકારોને સંપૂર્ણ તથા સમજવાની ક્ષમતા સામાન્‍ય માણસ પાસે હોઇ શકે નહી) તેવાં પૂ.શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમ રામધામ, પુષ્‍કર (રાજસ્‍થાન) સાધક આશ્રમે પરંપરાગત ઉજવાતા ગુરુપૂર્ણિમા અને મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠાદિન  (૫૧મો) ના પાટોત્‍સવ પ્રસંગે તા.૩ જુલાઇથી લઇને ૧૩ જુલાઇ સુધી યોજાનાર કાર્યક્રમ આ મુજબ છે.

તા.૩ રવિવારથી તા.૧૧ સોમવાર, સુધી સવારે શ્રી શ્‍યામસુંદરજી મહારાજના વ્‍યાસાસનેશ્રી રામચરિત માનસ પારાયણ (પાઠ) અને બપોરે તેઓનું રામાયણ ઉપરનું પ્રવચન

તા.૧૨ મંગળવારે સવારેશ્રી હનુમાનજી મહારાજનું સર્વોપચારથી પૂજન, બપોર બાદ સદ્દગુરુ ભગવાનની શોભાયાત્રા નીકળશે. તા.૧૩ બુધવારે શ્રી સદ્દગુરુનુ સવારે મહાપૂજન થશે. રમેશભાઇ મહેતા મો.૯૪૨૬૨ ૫૪૫૨૪ની યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)