Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જીયાણા પાસે ફ્રન્ટીકારમાં ૧પ લીટર દેશીદારૃ સાથે શની અને રાહુલ પકડાયા

એરપોર્ટ પોલીસે દેશી દારૃ અને કાર મળી રૃા.૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા.૩૦ : કુવાડવા રોડ જીયાણા ગામ પાસે એરપોર્ટ પોલીસે બાતમીના આધારે ફ્રન્ટી કારમાંથી દેશી દારૃના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા-વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ વિજયભાઇ મકવાણા સહીત પેટ્રોલીંગમાં  હતા ત્યારે  જીયાણા ગામ પાસેથી પસાર થતી જીજે ૧૪ઇ-રપપ૩ નંબરની ફ્રન્ટી કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૃા.૩૦૦ની કિંમતનો ૧પ લીટર દેશી દારૃ મળી આવતા કારમાં બેઠેલા જાળીયા ગામના શની રમેશભાઇ સોલંકી (ઉ.ર૧) અને રાહુલ ધીરૃભાઇ સોલંકી (ઉ.ર૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:30 pm IST)