Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મેળવો સ્કોલરશીપ અને ઉચ્ચ શિક્ષણ સાથે ભવિષ્યને સિકયોર બનાવો

ધો.૧ થી ૧૨ ડીપ્લોમા, સ્નાતક કે અનુસ્નાતક (પ્રોફેશ્નલ તથા નોન પ્રોફેશ્નલ), ડીગ્રી એન્જીનીયરીંગ, એમબીબીએસ, એમબીએ, માસ્ટર ઓફ જીયોલોજી, જીયોફીમીકસ, આઇ.ટી/સી.એસ/ઇ.ઇ/ઇ.સીમાં બી.ઇ/બી.ટેકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : પાવર સિસ્ટમમાં સ્પેશ્યાલાઇઝેશન અથવા ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમા એમ.ઇ / એમ.ટેક કરનાર માટે પણ ફેલોશીપ : કોરોનાને કારણે અકાળે માતા-પિતા કે પરિવારમા કમાનાર ગુમાવનાર બાળકો માટે શિષ્યવૃતિ ઉપલબ્ધ : નોકરી કે રોજીરોટી ગુમાવનાર પણ શરતોને આધીન અરજી કરી શકે છે

રાજકોટ તા.૩૦ : માહિતી અને ટેકનોલોજીના યુગમાં વર્તમાનમાં ઉચ્ચ શિક્ષણનો કોઇ જ વિકલ્પ નથી. શૈક્ષણિક જ્ઞાન સાથે જ સન્માનજનક જીવન જીવી શકાય છે. શિક્ષિણ માણસને હંમેશા સમાજમા માનથી જોવામાં આવે છે અને તેની પાસેથી સમાજોપયોગી કાર્યોની અપેક્ષા પણ રાખેલ છે. જીવનોપયોગી શિક્ષણ મેળવવા માટે હાલમાં વિવિધ સ્કોલરશીપ ફેલોશીપ ઉપલબ્ધ છે. આ તમામ ઉપર એક નજર કરીએ તો,

એચડીએફસી બેંક પરિવર્તન કોવીડ ક્રાઇસીસ સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત ધો.૧ થી અનુસ્નાતક કક્ષા સુધીના શિક્ષણ માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે. આ સહયોગથી આર્થિક સંકટનો સામનો કરતા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ નિયમીત રાખી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૧-૧૦-૨૦૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને ૭૫ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓના માતાપિતા કે પછી પરિવારના કમાનાર સભ્યનું કોરોના દરમિયાન દુઃખદ અવસાન થયુ હોય અથવા તો જે સભ્યને પોતાનો રોજગાર (રોજીરોટી) કોરોનાને કારણે ગુમાવેલ હોય વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અરજી કરનાર છે. અરજી કરનાર વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ ૧ થી ૧૨, ડીપ્લોમા, સ્નાતક અથવા અનુસ્નાતક (પ્રોફેશ્નલ તથા નોન પ્રોફેશ્નલ અભ્યાસક્રમો સહિત) અભ્યાસક્રમોમાંથી કોઇ એકમાં ભણતા હોવા જરૂરી છે અને આગળ પણ  શિક્ષણ મેળવવા ઇચ્છતા હોવા જોઇએ. ઉમેદવારોના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ccss1

IET ઇન્ડિયા સ્કોલરશીપ એવોર્ડસ ૨૦૨૧ અંતર્ગત ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (આઇઇટી) અંડર ગ્રેજયુએટ એન્જીનીયરીંગ સ્ટુડન્ટસ પાસેથી તેઓની ક્રિએટીવીટી, ઇનોવેશન, લીડરશીપ તથા એકસલન્સ સંદર્ભે અરજીઓ મંગાવે છે. આ શિષ્યવૃતિનો હેતુ ભારતના ભવિષ્યના એન્જીનીયરીંગ લીડર્સને ઓળખવા તથા પ્રોત્સાહીત કરવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૮ લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૮-૨૦૨૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

એટીસીટીઇ-યુજીસી એપ્રુવ્ડ કોઇપણ અંડર ગ્રેજયુએટ એન્જીનીયરીંગ પ્રોગ્રામ (કોઇપણ ફીલ્ડમાં) ના એકથી ચાર વર્ષમાં ફુલટાઇમ રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. તેઓએ પ્રથમ પ્રયત્ને જ રેગ્યુલર ક્રેડીટ કોર્સને કલીયર કરેલ હોવો જોઇએ. ઉમેદવારોએ અત્યાર સુધી કલીયર કરેલા સેમેસ્ટરમાં ૧૦ પોઇન્ટ સ્કેલમાં ઓછામાં ઓછા ૬.૫ના કુલ અથવા તો સમકક્ષ સીજીપીએમાં ઓછામા ઓછા ૬૦ ટકા સ્કોર જરૂરી છે. સાથે સાથે અરજદારોએ ધોરણ ૧૨ (અથવા સમકક્ષ) માં ૬૦ ટકાથી વધુ અંક અથવા સમકક્ષ ગ્રેડ પ્રાપ્ત કરવો જોઇએ.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IET1

ઓએનજીસી સ્કોલરશીપ ટુ મેરીટોરીયસ જનરલ કેટેગરી સ્ટુડન્ટસ ૨૦૨૦-૨૧ અંતર્ગત સમાજના વંચીત (માર્જીનલાઇઝડ) વિભાગ સાથે સંબંધીત વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશીપની તક આવી છે કે જેઓ એન્જીનીયરીંગ, એમબીબીએસ, એમબીએ અથવા જીયોફીઝીકસ - જીયોલોજી પ્રોગ્રામના માસ્ટર્સના પ્રથમ વર્ષમાં શિક્ષણ લેતા હોય, આ શિષ્યવૃતિનો હેતુ આર્થિક સહયોગ ઇચ્છતા સામાન્ય વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા આપવાનો છે. જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રવેશ મેળવ્યો છે. તેઓ જ અરજીપાત્ર છે. ઓનલાઇન અથવા તો પોસ્ટ દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ ૬-૮-૨૦૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને વાર્ષિક ૪૮૦૦૦ રૂપિયા મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

૩૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા અને એન્જીનીયરીંગ કે એમબીબીએસના પ્રથમ વર્ષની ગ્રેજયુએશન ડીગ્રી અથવા તો  જીયોલોજી-જીયોફીઝીકસ કે એમબીએ પ્રોગ્રામના પ્રથમ વર્ષના માસ્ટર ડીગ્રીના વિદ્યાર્થીઓ હોય તેવા જનરલ કેટેગરીના ઉમેદવારો અરજીપાત્ર છે. તેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. ઉપરાંત તેઓએ એન્જીનીયરીંગ અને એમબીબીએસ કોર્ષ માટે ધો.૧૨માં ઓછામાં ઓછા ૬૦ ટકા અથવા સમકક્ષ સીજીપીએ - ઓજીપીએ અને જીયોલોજી - જીયો ફીઝીકસ તથા એમબીએ માં પીજી કોર્ષ માટે ગ્રેજયુએશનમાં ઓછામાં ઓછા ૬૦ ટકા અથવા સમકક્ષ સીજીપીએ ઓજીપીએ જરૂરી છે જયા ગ્રેડીંગ સીસ્ટમ હોય ત્યા ૧૦ પોઇન્ટ સ્કેલમાં ઓછામાં ઓછા ૬.૦ (છ) સીજીપીએ-ઓજીપીએ હોવા જરૂરી છે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/OSB8

આઇઆઇટી બીએચયુ વારાણસી ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ જૂનીયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત એમ.ઇ.- એમ.ટેક ડીગ્રી ધારકો માટે સંશોધનની તક આવી છે. પસંદ થનાર ઉમેદવારોએ ડેવલપમેન્ટ ઓફ સાયબર રેજીલેન્ટ પ્રોટેકશન સ્કીમ ફોર એસી માઇક્રોગ્રીડ નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનુ થશે. માત્ર ઇમેઇલ દ્વારા અરજી કરવાની છેલ્લી તા.૬-૮-૨૦૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને ૩૫ હજાર સુધી ફેલોશીપ તથા એચઆરએ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

૨૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા જે ઉમેદવારો પાસે પાવર સિસ્ટમમાં સ્પેશ્યલાઇઝેશન અથવા ઓછામાં ઓછા ૬૦ ટકા કે સીજીપીએ સાથે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં એમઇ, એમટેકની ડીગ્રી હોય તથા જેઓ ગેટ - નેટ કવોલીફાઇડ હોય તેઓ અરજીપાત્ર છે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IBVEO

ડીએકસસી પ્રોગ્રેસીંગ માઇન્ડસ સ્કોલરશીપ ૨૦૨૧ અંતર્ગત ડીએકસસી ટેકનોલોજી દ્વારા સીએચ,આઇટી, ઇઇ, ઇસી, સ્ટ્રીમમાં બીઇ, બીટેક પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં ભણતા સમાજના વંચીત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી તા.૧૫-૮-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારોને કુલ ફીના ૮૦ ટકા અથવા વાર્ષિક ૪૦ હજાર રૂપિયા (બંને માંથી જે ઓછુ હોય તે) મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

ભારતીય નાગરીકતા ધરાવતા જે વિદ્યાર્થીઓ હાલના શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં સીએસ આઇટી, ઇઇ, ઇસી, સ્ટ્રીમમાં બીઇ, બીટેક પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેઓએ છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવ્યા હોય તથા જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારો વાર્ષિક ૬ હજાર રૂપિયાથી વધુ કોઇ અન્ય સ્કોલરશીપનો લાભ લેતા ન હોવો જોઇએ. ડીએકસસી - બડી ૪ સ્ટડી કર્મચારીઓના બાળકો આ શિષ્યવૃતિ મેળવી શકશે નહી.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/DXC1

ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવા માટે હાલમાં ઘણી બધી ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીનેને જલ્દીથી અરજી કરી છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છેે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(12:07 pm IST)