Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પત્નિ સાથે ચડભડને કારણે ભરતભાઇ વાસણ સાફ કરવાનું લિકવીડ પી ગયા

મવડીની શ્રીહરિ સોસાયટીમાં બનાવઃ સારવાર લેવી પડી

રાજકોટ તા. ૩૦: મવડીમાં સ્વામિનારાયણ મંદિર પાસે શ્રીહરિ સોસાયટી-૭માં રહેતાં ભરતભાઇ શામજીભાઇ ધંધુકીયા (ઉ.વ.૪૦)એ વાસણ સાફ કરવાનું લિકવીડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

ભરતભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર છે. તેમના પત્નિ પણ પારકા ઘરના કામ કરવા જાય છે. આ બાબતે પત્નિ સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણે પ્રવાહી પી લીધાનું જણાવાયું હતું. સારવાર બાદ રજા અપાઇ હતી.

(1:08 pm IST)