Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન દ્વારા સોમવારે મહાલેબોરેટરી કેમ્પ

વોર્ડ નં. ૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીના સહયોગથી : ૨૦ થી ૬૦ ટકા સુધી તમામ ટેસ્ટ પર ડીસ્કાઉન્ટ

રાજકોટ, તા. ૨૯ :. ઓમ નમઃ સેવા ફાઉન્ડેશનના માધ્યમથી તા. ૨ના સોમવારે શહેરીજનો માટે મહાલેબોરેટરી કેમ્પનુ આયોજન કરેલ છે.

સ્વ. માયાબેન છાંગામલ ટેકવાણીના સ્મરણાર્થે ઓમ નમઃ સેવા ફાઉન્ડેશન દ્વારા મહા લેબોરેટરી કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે દાદા જે.પી. વાસવાણીજીનો જન્મ દિવસ પણ છે. મુખ્યમંત્રીશ્રીનો પણ આ દિવસે જન્મ દિવસ આવતો હોય ઉજવણીમાં સેવારૂપી કાર્ય કરવા ટ્રસ્ટ છેલ્લા ૬ વર્ષથી સતત બન્નેના જન્મ દિવસો ખૂબ સેવાકીય પ્રવૃતિ કરી ઉજવે છે.

ફાઉન્ડેશને પ્રથમ કોવિડ-૧૯ના રાઉન્ડમાં રસોડુ ચલાવી લોકોની સેવા કરેલ અને બીજા કોવિડ-૧૯ના રાઉન્ડમાં ઓકસીજન, મેડીકલ, ભોજનની વ્યવસ્થા, અનાજની કીટો વિગેરેની નિઃસ્વાર્થપણે કરેલ અને બીજા રાઉન્ડમાં સંસ્થા એ વ્હાલી દીકરી તરીકે એક યોજના બહાર પાડેલ હતી જેમાં ઘરે ફકત દિકરીઓ હોય અને પિતા કોરોનાથી પીડાતા હોય તેવા લોકોને સેવા આપેલ હતી.

તા. ૨ના સોમવારે સવારે ૮.૩૦ થી બપોરના ૧ સુધી ૪/૮ ગાયકવાડી પ્લોટ, જંકશન પ્લોટ, નાગરીક બેન્કવાળી શેરી ખાતે પેથોલોજીસ્ટ માન્ય સંજીવની મેટ્રોપોલીશ લેબોરેટરીમાં નક્કી કરેલ રીપોર્ટો જેવા કે વિટામીન બી-૧૨, વિટામીન ડી ટોટલ-૨૫, એચબીએ ૧-સી (૩ મહિનાનો એવરેજ સુગર), થાઈરોઈડ ટેસ્ટ, ટોટલ એન્ટી બોડી, લિપિડ પ્રોફાઈલ મીની, સીબીસી વિગેરે ઉપર ૬૦ ટકા સુધી ડીસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે. કેમ્પના દિવસે તમામ ટેસ્ટો ઉપર ૨૦ ટકા ડીસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે મો. ૬૩૫૯૬ ૬૭૬૭૪, ૯૬૦૧૫ ૧૫૯૨૦નો સંપર્ક કરવાનો રહેશે.

વોર્ડ નં. ૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણીના સહયોગથી અને સંસ્થાના પ્રમુખ સુનિલ ટેકવાણી, હરેશભાઈ વાધવાણી, રાજુભાઈ દરીયાનાણી, સોનુભાઈ આહુજા, નિલેશભાઈ ટેકવાણી, દિપકભાઈ રાઘાણી, સોનુભાઈ મુલવાણી, ચંદ્રેશભાઈ ટેકવાણી, મહેશભાઈ છાબરીયા, રાજુભાઈ ઉધાણી, જીતુભાઈ રોય, મહેશભાઈ વધીયા, વિજય કુકરેજા વિગેરેના સહયોગથી કેમ્પનું આયોજન કરાયુ છે.

(3:14 pm IST)