Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પતિ દારૂ પી ને કહેતો, 'મારે અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તુ જોઇતી નથી' : દર્શનાબેનને પતિ-સાસરીયાનો ત્રાસ

ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવા પણ ધમકી : જૂનાગઢ રહેતા પતિ અજીત મેવાડા તથા સાસુ હંસાબેન સસરા નટુભાઇ રાજકોટના કાકાજી કાંતીભાઇ અને કાકીજી ગૌરીબેન સામે ગુનો

રાજકોટ,તા. ૩૦ : કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની પાછળ મલુ મંગલમ સોસાયટીમાં માવતર ધરાવતી મહિલાને પતિ દારૂ પી કહેતલ 'મારે અન્ય સ્ત્રી સાથે સંબંધ છે, તુ જોઇતી નથી' અને સાસુ, સસરા કાકાજી અને કાકીજી મેણાટોણા મારી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની પાછળ જ્યોતીનગર ચોક મલુમંગલમ સોસાયટીમાં પિયરમાં રહેતા દર્શનાબેન અજીતભાઇ મેવાડા (ઉવ.૩૫)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢ મધુરમ સોસાયટીમાં પારિજાત અજીત નટુભાઇ મેવાડા, સાસુ હંસાબેન નટુભાઇ મેવાડા, સસરા નટુભાઇ પુંજાભાઇ મેવાડા તથા નવા થોરાળા કહાન કુટીર સંસ્કાર કેન્દ્રની સામે કાકાજી કાંતીભાઇ પુંજાભાઇ મેવાડાના નામ આપ્યા છે. પોતે પિયરમાં છેલ્લા ચાર વર્ષથી રહે છે. ૨૦૧૧માં પોતાના જૂનાગઢના અજીત મેવાડા સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ પોતે સંયુકત બેંકમાં નોકરી કરતા હોય, તેથી એક વર્ષ પહેલા તેની ગાંધીધામ ખાતે બદલી થતા પોતે પતિ, સાસુ અને સસરા સાથે ગાંધીધામ રહેવા ગયા હતા. લગ્ન બાદ પતિએ પોતાને થોડા સમય સારી રીતે રાખેલ બાદ પતિ તેના પગારના તમામ પૈસાનો દારૂ પીવામાં વાપરી નાખતા અને દારૂપીને પોતાને કહેતો કે 'મારે અન્ય સ્ત્રી સાથે સંબંધ છે, અને મારે તુ જોઇતી નથી તારે અહિ રહેવુ હોય તો હુ કહુ તેમજ કરવું પડશે. તેમ પોતાને નાની નાની વાતમાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો. અને પોતાની તબીયત ખરાબ થાય તો પોતાને પિયરમાં મોકલી દેતા દવાનો તમામ ખર્ચ પિયરીયાવાળા આપતા હતા અને ઘર ચલાવતા માટે પીત પોતાને નોકરી કરવા મોકલતા હતા આ બધી વાત સાસુ અને સસરાને કરતા તેઓ કોઇ સમર્થન આપતા નહી અને પોતાના વિરૂધ્ધ પતિને ચડામણી કરતા હતા અને કરિયાણુ પણ પિયરમાંથી મંગાવતા હતા. અને પૈસા પણ મંગાવતા હતા તથા પોતે પરિવાર સાથે રાજકોટ આવતા ત્યારે કાકાજી અને કાકીજી પોતાના વિરૂધ્ધ પતિ, સાસુ અને સસરાને ચઢામણી કરી ઝઘડો કરતા હતા. બાદ પતિએ કાઢી મુકતા પોતે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હોય, તે બાબતે પણ પતિ-સાસરીયાઓ કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપતા હતા. આ અંગે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ જે.જે.માઢકે તપાસ હાથ ધરી છે. 

(3:17 pm IST)