Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જન્માષ્ટમીએ ગૌમાતા માટે ઘરે-ઘરેથી એકત્ર કરાયેલ 'ઘી'થી મશાલ સળગાવી મૂખ્યમંત્રીને રજૂઆત કરાશે

કલેકટરને આવેદન પાઠવતી ૧ર સંસ્થાઃ થાળી-ઝાલર વગાડી કચેરી ગજવી... : સાત મહિનાથી દિલ્હીમાં ધરણા કરતા અર્જુન આંબલીયાની લડતનુુ નિવારણ લાવો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત ૧૦ થી ૧ર સંસ્થાના અગ્રણીઓએ કલેકટર કચેરી ગજવી ગૌ માતા અંગે આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦ : રાષ્ટ્રીયત રાજપૂત કરણસેના સહિત ૧૦ થી ૧ર સંસ્થાના અગ્રણીઓએ થાળી-વેલણ,ઝાલર ઝાંઝર સાથે કલેકટર કચેરી ગજાવી ગુજરાત સરકાર સમક્ષ ગૌમાતા માટેમુખ્ય પ માંગો માટે આવેદન પાઠવી કચેરી ગજવી મુકી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું. હિન્દુ ધર્મનો મુખ્ય સંદર્ભ છે. પૂજનીય અને જેને માંનો દરજ્જો આપેલ છે. જેના મૂત્ર ને પણ પવિત્ર ગણવામાં આવે છે, જેના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે. તેવી ગાય માતાનો નિર્લજતાથી કતલ કરવામાં આવે છે. આ બાબતે અસંખ્ય લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. અને આપતા રહેશે. તેવીજ રીતે ગૌપ્રેમી, ગૌપાલક ભાઇ અર્જુનભાઇ આંબલીયા પણ ૭ મહિનાથી દિલ્લીના જંતર મંતર પર ધરણાં પર બેઠેલા છે.

ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દરેક સંસ્થાઓને એક નેજા હેઠળ લાવીને ગુજરાતમાં એક જન આંદોલન શરૂ. કરેલ છે. જેમાં ઘરે ઘરે થી ૧-૧ ચમચી ઘી લઇ અને ઘરોને ગાયમાતા પ્રત્યે જાગૃત કરવા અને આ ઘી એકત્રિત કરીને ગાંધીનગર ખાતે હિન્દુઓના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે તેમનીજ પ્રિય ગાયામાતા માટે તે  ઘી દ્વારા અલગ અલગ સંગઠન તથા સાધુ સંતો દ્વારા રાષ્ટ્રીય એકતા મસાલ પ્રગટાવવામાં આવશે અને મુખ્યમંત્રીને આ બાબતે મુખ્ય પ માંગો સાથે રજુઆત કરવામાં આવશે. જેમાં ગૌમાતાને રાજયમાતાનો દરજજો આપવામાં આવે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો આપવા સમર્થન આપે.ગુજરાતમાં રસ્તે રજડતા ગૌધનની સરકાર યોગ્ય વ્યવસ્થા કરે, ગૌધનની હત્યાઓ અને તસ્કરીઓના કાયદાઓનું કડક અમલીકરણ કરવામાં આવે. દિલ્હી ધરણા પર બેસેલા આહીર અર્જુન આંબલીયાની લડતનું યોગ્ય નિવારણ આવે.

(3:58 pm IST)