Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નેશનલ એકેડેમીક બેંક ઓફ ક્રેડીટ ક્રાંતિકારી પરિવર્તન લાવશેઃ જોશીપુરા

રાજકોટ, તા. ૩૦ :. નેશનલ એકેડેમીક બેંક ઓફ ક્રેડીટ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે. તેમ પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાએ જણાવ્યુ છે.

રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-ગુજરાત સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય અને વરિષ્ઠ પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોંચ કરાયેલ નેશનલ એકેડેમીક બેંક ઓફ ક્રેડીટ (એનએસી) ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ ક્રાંતિકારી પરિવર્તન લાવશે અને દેશના કરોડો વિદ્યાર્થીઓને તેનો ભરપૂર લાભ મળશે. એકેડેમીક બેંક ઓફ ક્રેડીટ અંતર્ગત મલ્ટીપલ એન્ટ્રી-મલ્ટીપલ એકઝીટ દ્વારા વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસે (વર્ષાંતે) કોઈ કારણસર કૌટુંબીક કે વ્યવસાયગત પસંદગીને કારણે અભ્યાસ છોડશે તો જ્યાંથી અભ્યાસ છોડયો તેનું પ્રમાણપત્ર અને કરેલો અભ્યાસ યથાવત રહેશે.

નેક અથવા નેશનલ એસેસમેન્ટ બોર્ડના સેકન્ડ હાઈએસ્ટ લેવલ પ્રાપ્ત સંસ્થા આ યોજનાનો પ્રાથમિક રીતે લાભ લઈ શકશે. રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલીકરણ માટે આ એક આદર્શ પગલું છે તેમ એક યાદીમાં અંતમાં જણાવ્યુ છે.

(4:00 pm IST)