Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

લખી પોતાના પતિ અને ચાર દિકરીઓને છોડી ભરવાડ સાથે ભાગી જતા બે દિકરીઓ ઝેર પી ગઇ

વાંકાનેરના ઘીયાવડમાં રહી ખેત મજૂરી કરતાં છોટાઉદેપુરના દુરસિંગે કહ્યું-વાડી નજીક ભરવાડ ભેંસ ચરાવવા આવતો તેની સાથે પત્‍નિની આંખ મળી ગઇ હતીઃ બે બહેનો રાજકોટ સારવારમાં : દુરસિંગ રાઠવા તેની ચાર દિકરીઓ સાથે નજરે પડે છે. જેમાંથી ઉપરની તસ્‍વીરમાં દેખાતી બે દિકરીઓ દવા પી ગઇ હતી

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના ઘીયાવડમાં ઇશ્વરીયા નેસ વિસ્‍તારમાં આવેલી વાડીમાં પરિવાર સંતાનો સાથે રહી મજૂરી કરતાંમુળ છોટાઉદેપુરના મજૂરીની પત્‍નિ પોતાના પતિ અને ચાર નાનકડી દિકરીઓને મુકી વાડી નજીક ઢોર ચરાવવા આવતાં ભરવાડ શખ્‍સ સાથે ભાગી જતાં તેના આઘાતને કારણે તેની ૧૧ અને ૯ વર્ષની બે દિકરીઓએ ઝેરી પ્રવાહી પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ ઘીયાવડના ઇશ્વરીયા નેસ વિસ્‍તારમાં આવેલી નરેન્‍દ્રસિંહની વાડીમાં રહેતાં મુળ છોટાઉદેપુરના દુરસિંગ કટાભાઇ રાઠવાની બે દિકરીઓ હીના (ઉ.વ.૧૧) અને રશ્‍મિકા (ઉ.વ.૯)ને ગત સાંજે ઓચીંતા ચક્કર આવવા માંડતા અને બંને પડી જતાં સારવાર માટે વાંકાનેર અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં કે. ટી. ચિલ્‍ડ્રનના પીઆઇસીયુ યુનિટમાં દાખલ કરવામાં આવી હતી. બંનેએ વાડીમાં કોઇ ઝેરી પ્રવાહી-દવા પડી હતી તેમાંથી પી લીધાનું જણાવાતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

હીના અને રશ્‍મિકા ચાર બહેનોમાં બીજી અને ત્રીજી છે. એક બહેન સાસરે છે. આ બંને બાળકીએ જણાવ્‍યું હતું કે પોતાને છોડીને મા લખીબેન ભાગી જતાં માઠુ લાગી જતાં પોતે દવા પી ગઇ હતી. જો કે બંનેએ થોડી થોડી જ દવા પીધી હોઇ સારવારને કારણે જીવ બચી ગયો હતો.

પિતા દુરસિંગે કહ્યું હતું કે એક ભરવાડ શખ્‍સ અમારી વાડી નજીક ઢોર ચરાવવા આવતો હતો. તેની સાથે મારી ઘરવાળી લખીની આંખ મળી જતા ંમને અને ચાર દિકરીઓને મુકી તેના ભેગી ભાગી જતાં મેં પોલીસમાં રજૂઆત કરી હતી. ત્‍યાં ગત સાંજે મારી બે દિકરીઓએ આઘાતને કારણે આ પગલુ ભર્યુ હતું.

(12:11 pm IST)