Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કપાસીયા તેલમાં સતત તુટતા ભાવોઃ વધુ ૧૫ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ૩૦: ખાદ્યતેલોમાં કપાસીયા તેલના ભાવો સતત તુટી રહયા છે. આજે વધુ ૧૫ રૂા.નો ઘટાડો થયો છે.

સ્‍થાનીક બજારમાં કપાસનું ઉત્‍પાદન વધશેના અહેવાલે આજે કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા. તુટયા હતા. કપાસીયા તેલ  લુઝના ભવ  ૧૧૬૦ રૂા. હતા તે ઘટીને ૧૧૪પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૧૬૦ થી રર૧૦ રૂા. હતા તે ઘટીને ર૧૪પ થી ર૧૯પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. અન્‍ય ખાદ્યતેલોના ભાવોમાં  બપોર સુધી કોઇ વધ-ઘટ ન હતી.

(3:18 pm IST)