Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

અંબિકા પાર્ક ખાતે નારી શકિત દ્વારા માતાજીની ભકિત

રાજકોટ : નવલા નોરતાના એક પછી એક દિવસો પસાર થઇ રહ્યા છે. આજે પાંચમા નોરતે પ્રાચીન ગરબીઓમાં ટોચનું સ્‍થાન ધરાવતી શહેરના રૈયા રોડ સ્‍થિત અંબિકા પાર્ક ફલેટ હોર્લ્‍ડસ એસોસીએશન દ્વારા આયોજીત અને મહિલા મંડળ સંચાલીત ગરબીમાં બાળાઓ પ્રાચીન -અર્વાચીન રાસ થકી માતાજીની અદમ્‍યભાવથી ભકિત કરી રહી છે. બાળાઓ દ્વારા અઘોર નગારા, ઝુમે રે ગોર,ી હરી હરી તે વનનો, જયમાં ભદ્રકાળી, અંબા આવો તો રમીએ, અસવાર આવ્‍યા, મોગલ આવે નવ રાત્ર સહિતના તાલી રાસ, ટીપ્‍પણી રાસ, દાંડીયા રાસની રમઝટ બોલાવવામાં આવે છે. જ્‍યારે અંબિકા પાર્કના બાળ રાજાઓ દ્વારા પણ હર-હર શંભુ અને સોનાની સાઇકલ જેવા રાસ દ્વારા આવનાર ભાવિકોને મંત્રમુગ્‍ધ કરી રહ્યા છે. અંબિકા પાર્ક ખાતે માડી તારા અઘોરા નગારા, માઇ તેરી ચુનીરયા સહીતના આકર્ષક રાસ રજુ કરવામાં આવે છે. દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો માતાજીના ગુણલા ગાવા આવે છે. આ સમગ્ર આયોજન અંબિકા પાર્ક પરિવારના પ્રમુખ નરેન્‍દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઇ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઇ વોરા, ખજાનચી યશવંતભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળના હર્ષાબેન કક્કડ, મેઘા પારેખ, હેતલબેન શાહ, જયશ્રીબેન ત્રાંબડીયા, જુલીબેન કોટેચા, હેમાબેન ભુછડા, જલ્‍પાબેન સથવારા, ફોરમબેન થડેશ્વર, કૃપાબેન દેવાણી, નીવા ભુછડા સહિતના બહેનો તથા આત્‍મીય યુવા ગ્રુપના કાર્યકરો કાર્યરત છે.  (તસ્‍વીરઃ અશોક બગથરિયા)

(3:39 pm IST)