Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

શ્રવણમંદો માટેની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં સારો દેખાવ

 રાજકોટઃ શ્રવણમંદ માટેની છઠ્ઠી નેશનલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્‍ટ મૈસુર ખાતે યોજાઇ હતી, જેમાં ભારતમાંથી ૧૬ રાજયોના શ્રવણમંદ વ્‍યકિતઓએ ભાગ લીધો હતો. રાજકોટની છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળાના શ્રવણમંદ શિક્ષક હિરેનભાઇ પંડયાની પસંદગી થઇ હતી. આ ટુર્ના.માં ગુજરાતને ત્રીજો નંબર મળ્‍યો હતો. ટીમે બોન્‍ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે શાળાના પ્રમુખ રજનીભાઇ બાવીશી, માનદ્દમંત્રી નરેન્‍દ્રભાઇ દવે, ડો. દર્શીતાબેન પી. શાહ તેમજ સંસ્‍થાના સર્વે ટ્રસ્‍ટીઓ શાળાના આચાર્યશ્રી કશ્‍યપભાઇ પંચોલી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિજેતા ટીમ અને હીરેનભાઇ પંડયાને શુભેચ્‍છા પાઠવાઇ હતી.

(3:41 pm IST)