Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુભાષનગર વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૨માં સુભાષનગરની શેરીઓમાં રસ્‍તાના સાઈડના પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા સ્‍થાયી સમિતિના સભ્‍ય મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત તથા પૂર્વ કોર્પોરેટર, જસુમતીબેન વસાણી, અગ્રણી ગુલાબસિંહ જાડેજા, જીતુભાઈ અઢીયા, કૌશિકભાઈ અઢીયા, જયરાજસિંહ જાડેજા, અતુલભાઈ નથવાણી, જયદેવભાઈ પારેખ, રાજુભાઈ પારેખ, સુભાષનગરના ઇન્‍દ્ર વિજયસિંહ જાડેજા, ભુપેન્‍દ્રસિંહ ઝાલા, અમિતભાઈ જોશી, આશીષભાઈ દવે, પુજાબેન દવે, નયનાબેન ઠકરાર, કાજલબેન ગણાત્રા, લતાબેન, ચંદ્રિકાબેન, ભારતીબેન ઝાલા, રેખાબેન, ક્રિષ્‍નાબેન દવે તથા વોર્ડ નં.૨ મહિલા મોરચા -મુખ વોર્ડ મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ, વોર્ડ અગ્રણીય શ્રધ્‍ધાબેન, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, પ્રવિણભાઈ, ગોવિંદભાઈ, ચેતનભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. 

(4:14 pm IST)