Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

‘રાધાની પીડા' સંયુકત ગીત સંગ્રહનું વિમોચન

રાજકોટઃ સ્‍વ. પિતા રમેશભાઇનું જન્‍મદિને કવિદંપતી મુકેશ મો.૯૪૨૬૯ ૮૦૮૦૮ તથા મીના મુકેશ પુરોહિતના સંયુકત ગીતસંગ્રહ રાધાની પીડાનું વિમોચન માતા સુધાબેનના હસ્‍તે રીષભ સંગીત વિદ્યાલય, કોટડા સાંગાણીના ઉપક્રમે જ્ઞાનમંદિર(ગાયત્રીનગર) ખાતે થયું હતું. દીપપ્રાગટય પ્રાર્થના, સ્‍વાગત પછી સુધાબેનની વંદના થઇ હતી. કવિદંપતીના અભિવાદન પછી તેઓએ ગીતપઠન અને પ્રતિભાવ આપ્‍યો હતો. માધવીબેન તથા દિશિતકુમાર શુકલે પ્રાસંગિક વાત કરી હતી તો મીનાક્ષી જેઠવાએ કવયિત્રીના ગીતનું પઠન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન નટવર આ હલપરાએ વહન કર્યુ હતું.

(3:48 pm IST)