Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વિજ્ઞાન જાથાની ટેલીફીલ્મ 'તાંત્રીક બાબા હુઆ બેનકાબ'નું ડીજીપીના હસ્તે લોન્ચીંગ

રાજકોટઃ ભારત જન વિજ્ઞાન જાથાની શોર્ટ ટેલી ફિલ્મ  'તાંત્રીક બાબા હુઆ બેનકાબ'નું લોન્ચીંગ રાજયના ડીજીપી અનિલ પ્રથમ હસ્તે કરાયું હતું.  જેમાં રાજય-કેન્દ્ર સરકાર મીડીયા જગતની નોંધ લઇ અંધશ્રધ્ધાને દેશવટો આપવા સહીયારો પ્રયત્ન કરતા સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે પછી માતાજી સમક્ષ ઉકળતા તેલમાં હાથ બોળાવી સતના પારખા કરવા અને નવજાત શિશુને ડામ આપવાની પ્રથા સામે એપીસોડ મુકવામાંં આવશે. ત્યાર બાદ ૯૮ ટેલી ફિલ્મ વિવિધ કથાવસ્તુ આધારીત જનજાગૃતીના પ્રયાસ માટે મુકવાની જાથાની નેમ છે. ઉગતા રસ ધરાવતા નાગરીકોએ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગીરીરાજ રેસ્ટોરન્ટ ખાતે કાર્યક્રમનું  દિપ પ્રાગટય સાથે વૈજ્ઞાનીક ચમત્કારીક પ્રયોગથી અગ્નિનું આપોઆપ સળગવું પ્રયોગ નિદર્શન રાજયના ડિરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ શોર્ટ ટેલી ફિલ્મનું લોન્ચીંગ લેપટોપમાં કલીક બટન દબાવી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. જાથાને મદદ કરનારા અને કલાકારોનું આ તકે સન્માન કરાયું હતું. જેમાં કિશોરભાઇ હાપલીયા, દિનેશભાઇ હુંબલ, નિર્મળ મેત્રા, ડો.ઇરોઝ વાઝા, કલાકારોમાંં મયંક કોટક, ચંદ્રીક ચંદ્રપાલ, ભકિત રાજગોર, ભાનુબેન ગોહીલ, નમ્રતાબેન હસમુખભઇ, હિનાબેન કોટક, રાધીકા ચિરાગભાઇ, પ્રોડયુસર રોમીત રાજદેવ, કૌશીક શાહ, અંકલેશ ગોહીલ, વિપુલગીરી ગોસ્વામી, ગુલાબસિંહ ચૌહાણ, નિર્ભય જોશી, નિર્ભય જોશી, નિર્મળભાઇ  મેત્રા, હિનાબેન પંડયા, એંકર ડો.ગોપીકા કોટક સહિતનાઓનું એવોર્ડ, મોેમેન્ટો આપી બહુમાન કરાયું હતું. કાર્યક્રમની સફળતામાં ઉપપ્રમુખ નાથાભાઇ  પીપળીયા, સહમંત્રી પ્રમોદભાઇ પંડયા, નિર્ભય જોશી, કિશોર હાપલીયા, દિનેશ હુંબલ, અશ્વીન કુંગશીયા, નિર્મળ મેત્રા, અંકલેશ ગોહીલ, અજયભાઇ શાહ, ચોટીલા, પ્રકાશ ગોહીલ, રોમીત રાજદેવ, જયેશ લાખાણી, પ્રફુલ્લ ભટ્ટ, હરેશ ભટ્ટ, એડવોકેટ નિલેશ દઢાણીયા,  ગુલાબસિંહ ચૌહાણ, રાજુભાઇ સોજીત્રા, સદસ્યામાં ભકિતબેન રાજગોર, ભાનુબેન રાજગોર, ભાનુબેન ગોહીલ, ચંદ્રીકા ચંદ્રપાલ, હર્ષાબેન પંડયા વકીલ, સરોજ ભટ્ટએ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સીંગ ડો.ગોપીકા કોટકે કર્યુ હતું. રાજયમાં જાથાના જાગૃતી એપીસોડમાં જોડાવા ઇચ્છુકોએ મો.૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)