Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ચોથે નોરતે અબતક-સુરભી રાસોત્સવમાં જબરી જમાવટ

રાજકોટઃ  સહિત સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓની અગ્રીમ પસંદ અબતક-સુરભી રાસોત્સવના આંગણે ર્માં જગદંબાની આરાધના કરવાના પાવન અવસર નવલા નોરતાના ત્રીજા દિવસે મોંઘેરા અને માનવંતા મહેમાનોની સવિશેષ ઉપસ્થિતિથી આયોજનને ચાર ચાંદ લાગ્યો હતો. મહાનુભાવોની હાજરીથી ખેલૈયાઓનો ઉત્સાહ પણ બેવડાય ગયો હતો. ચોથા નોરતે  મા કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવી હતી. અબતક-સુરભીના આ પ્રોગ્રામમાં સુપ્રિ. એન્જીનીયર પી.જે.મહેતા,બી.આર.વાલીયા, કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ નરેન્દ્રસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી રાજભા જાડેજા,રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી અર્જુન પટેલ, એમએસીપી બારના પ્રમુખ અજયભાઈ જોષી, વિજિલન્સ કાર્યપાલક ઈજનેર બી.એમ.શાહ, નાયબ ઈજનેર જે.યુ.ભટ્ટ, યોગેશભાઈ મહેતા, અર્પિતભાઈ મહેતા સહિતના મહેમાનોએ ર્માં જગદંબાની મહાઆરતીનો લાભ લીધો હતો. કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી નવરાત્રિમાં ગરબા રમવાથી વંચિત રહેલા રાસ રસિકોમાં આ વર્ષ સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાસ રસિકો જોમભેર ગરબે ઘૂમી વાતાવરણ ભકિતમય બનાવી દે છે. ચોથા નોરતે વિજેતા બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. (૧)જુનિયર પ્રિન્સઃ  આદિત્ય પંડ્યા, દિવ્યજીત પરમાર (૨) જુનિયર વેલડ્રેસ પ્રિન્સઃ મેઘન ફિચડિયા (૩) જુનિયર પ્રિન્સેસઃ દેવાંશી રાઠોડ, માહીબા ચાવડા (૪) જુનિયર વેલડ્રેસ પ્રિન્સેસઃ હિતીક્ષા પારેખ (૫)સિનિયર પ્રિન્સ કેશવ ધારજીયા, શિવ લોટીયા, નિમેષ મકવાણા, દીપ ખેર, ભાવિન મકવાણા

 

(૬)  સિનિયર વેલડ્રેસ પ્રિન્સ વરુણ જોષી, સિનિયર પ્રિન્સેસ હિતેક્ષા મકવાણા, સ્વાતિ પારેખ, ઝરણા કાપડિયા, તેજલ લુણાગરિયા, નેહા ગુપ્તા (૭) સિનિયર વેલડ્રેસ પ્રિન્સેસઃ માધુરી સંધાણી.

(3:55 pm IST)