Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રૂદ્રા ક્રેડીટ સોસાયટીના ચેક રિર્ટન કેસમાં આરોપીને સજા-વળતરનો હુકમ

પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પહેલા ભાવનગર પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, યુવા નેતા લાલભા ગોહીલ અને પારૂલબેન ત્રિવેદીની અટકાયત કરી હતી

 રાજકોટ,તા.૩૦ : અત્રે શ્રી રૂદ્રા ક્રેડીટ કો . ઓ . સોસાયટીના ચેક રિર્ટનનાં કેસમાં કોટે દ્રારા આરોપીને સજા અને ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો ફરિયાદી મંડળીને હુકમ કર્યો હતો.

 આ કેસની હકીકત એવી છે કે રાજકોટ ખાતે પ્રસિધ્‍ધ એવી શ્રી રૂદ્રા ક્રેડીટ કો . ઓ સોસાયટી લી.  રાજકોટ શહેરમાં જરૂરીયાત મંદોને સોસાયટીના નિયમો મુજબ લોન પુરી પાડે છે . રૂપાબેન પરેશભાઇ પોપટએ ફરિયાદી મંડળી પાસેથી લોન મેળવેલ હતી, જે લોનની રકમ ચડત થતા ફરીયાદી મંડળીના રીકવરીઓફીસર પાર્થેભાઇ હસમુખભાઇ ગોહેલ દ્વારા કોટેમાં લોની રૂપાબેન પરેશભાઇ પોપટ વિરૂધ્‍ધ કોટેમાં ફરીયાદ દાખલ કરેલ હતી છતા રૂપાબેન પરેશભાઇ પોપટ એ ચેકની રકમ ચુકવેલ નહીં જેથી ફરિયાદી મંડળી દ્વારા રૂપાબેન પરેશભાઇ પોપટ વિરૂધ્‍ધ ચેક રિર્ટનની ફરિયાદ દાખલ કરેલ ત્‍યારબાદ, ફરિયાદીના વકિલની દલીલો અને રેકર્ડ ઉપરના પુરાવા વિગતે ધ્‍યાને રાખી રાજકોટ  ચીફ . જયુ. મેજીસ્‍ટેટ એ . પી . ડેરએ ચુકાદો આપેલ કે ફરિયાદીએ પોતાનો કેશ નિશંક પણે સાબીત કરેલ તેથી લોની રૂપાબેન પરેશભાઇ  પોપટ ને ૬ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદી મંડળીને ચુકવવા હુકમ કરેલ, ચેકની રકમ ન ચુકવે તો વધુ ૨ માસની સાદી કેદની સજા ભોગવવા અંગે હુકમ કરેલ છે 

 આ કામમાં ફરિયાદી મંડળી વતી વકિલ  અજય ચાંપાનેરી, શિવાની ચાંપાનેરી, તન્‍વી શેઠ રોકાયેલ હતા.

(4:07 pm IST)