Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ડેમેજ ફોન રીપ્‍લેસ નહિ કરતા ફલીપકાર્ટ ઇન્‍ડીયાને વ્‍યાજ સહિત રકમ ચુકવવા આદેશ

રાજકોટ,તા.૩૦ : ડેમેજ ફોન રીપ્‍લેસ ન કરતાં ફલીપકાર્ટ ઇન્‍ડીયાને મોબાઇલની વ્‍યાજ સહિતની રકમ ચુકવી આપવાનો રાજકોટ જીલ્લા ગ્રાહક ફોરમે હુકમે કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી કિશોરભાઈ વી. બોસમીયાએ ફલીપકાર્ટ મોબાઈલ એપ્‍લીકેશન દ્વારા રેડમી વાય ૩ મોબાઈલ ફોનનો ઓર્ડર આપેલ, જે મોબાઈલ ફોનની ડીલેવરી ફ્‌લીપકાટ દ્વારા કરવામાં આવતાં મોબાઈલ ફોનમાં ડીસ્‍પલે ફોલ્‍ટ તેમજ ડેમેજ પીસ હોવાનું માલુમ પડેલ, જેથી ફરીયાદીએ ફલીપકાર્ટને રીટર્ન રીક્‍વેસ્‍ટ મોકલેલ, જેનો ફલીપકાર્ટ દ્વારા કોઈ પ્રત્‍યુતર આપવામાં ન આવતાં, ફરીયાદીએ રાજકોટ ગ્રાહક ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદના કામે ગ્રાહક ફોરમે ફરીયાદીના એડવોકેટશ્રીની રજુઆતો, દલીલો તથા રજુ થયેલ પુરાવા ધ્‍યાને લઈ, ફલીપકાર્ટ ઈન્‍ડીયાને મોબાઈલ ફોનની કિંમત રૂા.૭,૪૯૯/- તા.૦૬/૦૧/૨૦૨૦ થી ૯%   પ્રતિ વર્ષ વ્‍યાજ સહિત ચુકવવા તથા ફરીયાદ ખર્ચ પેટે રૂ.૩,૦૦૦/- ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

  આ કામમાં ફરીયાદી તરફે એડવોકેટ   સમીર એમ. ખીરા, ભાર્ગવ ડી. બોડા, સંદિપ જેઠવા, સરોજ વિંઝુડા, અનિલ ટીંબાડીયા, અંકિત ધાંધા વિગેરે રોકાયેલા હતા.

(4:10 pm IST)