Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

૧૫ દિવસનો વિશેષ સમય માંગ્‍યાની ચર્ચા- વચ્‍ચે સાંજે ચૂંટણીપંચની ડેડલાઈન પૂર્ણ

ત્રણ વર્ષ પૂર્ણ કરનાર આઈજી, ડીઆઈજી, બાકી રહેતા ડીવાયએસપીની બદલીઓ કરવા માટે આજે છેલ્લો દિવસ છે ત્‍યારે પોલીસ તંત્ર સાથે વિપક્ષો પણ નિર્ણયની ચાતક નજરે વાટ જોવે છે : વડોદરા અને જૂનાગઢ જેવી મહત્‍વની પોલીસ રેન્‍જ, સુરત જોઈન્‍ટ સીપી સહિત સંખ્‍યાબંધ સ્‍થાનો ખાલી છે, રાજકોટ રેન્‍જ તથા સુરત રેન્‍જ વડાને ઓવર પીરીયડ થયેલ છે, ત્‍યારે હવે શું? રાજયભરમાં હોટ ટોપિક

રાજકોટ, તા.૩૦: ત્રણ વર્ષથી વધુ સમય થયા એક શહેર કે જિલ્લામાં  ફરજ બજાવતા પોલીસ તંત્રના જુનિયર સિનિયર અધિકારીઓને બદલી નાખ્‍યા છે તેવું કેન્‍દ્રીય ચૂંટણી પંચને સર્ટિફિકેટ આપવાનો આજે છેલ્લો દિવસ હોવા છતાં વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવોના આગમનને કારણે હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા અનેક તર્ક વિતર્કો સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ મુદ્દો ઉઠાવવા માટે સક્રિય બન્‍યાનું જાણવા મળે છે.                             

ટોચના સૂત્રોમાં એવી ચર્ચા પણ ચાલે છે કે કેન્‍દ્રીય ચૂંટણી પંચ પાસે રાજ્‍યના ગૃહમંત્રાલય દ્વારા ૧૫ દિવસનો સમય માગવામાં આવ્‍યો છે જોકે આ બાબતે કોઈ સતાવાર સમર્થન મળતું નથી. આવી મંજૂરી મળી છે કે કેમ તે બાબત પણ સ્‍પષ્ટતા ન હોવાથી આજે અમદાવાદમાં વડાપ્રધાન દિલ્‍હી જવા રવાના થયે મોડીરાતે બાકી રહેતા ડીવાયએસપી અને સિનિયર આઇપીએસ અધિકારીઓના ઓર્ડર થસે.              

અત્રે એ યાદ રહે કે વડોદરા અને જૂનાગઢ જેવી મહત્‍વની રેન્‍જ ચાર્જમાં ચાલે છે, સુરતના જોઇન્‍ટ સિપીની જગ્‍યા એક વર્ષથી ખાલી હોવા સાથે બીજા ઘણા સ્‍થાનો ખાલી છે, ચૂંટણીમાં આવા સ્‍થાનો ખાલી ન રાખી શકાય તે સ્‍વાભાવિક છે, આવા ખાલી સ્‍થાનોને કારણે અન્‍ય અધિકારીઓ પર કામનું મોટું ભારણ છે,નિષ્ઠાવાન અફસરો પોતાની તબિયતની ચિંતા વગર અન્‍ય વિભાગો સાંભાળી રહ્યા છે,આવા સંજોગોમાં પણ ખાલી સ્‍થાન માટે નિર્ણય લેવો જરૂરી છે, સુરત રેન્‍જ તથા રાજકોટ રેન્‍જ વડા સહિત ઘણા ડીવાયએસપી ઓવર પીરીયડ થયેલ છે, આંદોલનની ભરમાર, વડાપ્રધાનના ભરચક પ્રોગ્રામ વિગેરે કારણભૂત છે.    

સૂત્રોના કથન મુજબ આ બદલીઓ ચૂંટણી ધ્‍યાને રાખવા સાથે આમ આદમીના જે તે સ્‍થળના પ્રભાવ અંતર્ગત કરવાની છે,કોઈ પોસ્‍ટીંગમા કાચું ન કપાય તે જોવાનું છે, એક વર્ગ એવું માંને છે કે જેમની સિનિયર લેવલે અર્થાત્‌ આઇજી અને ડીઆઈજી લેવલે નિર્ણય લેવાનો છે તેમને માત્ર છેલ્લી વખત ઔપચારિક રીતે પૂછવાનું છે,કારણકે લિસ્‍ટ સહમતી દ્વારા જ રેડી કરવામાં આવ્‍યું છે.(

(4:10 pm IST)