Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વી કેન ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીઃ અનોખી થીમ, ૭૨ ફૂટ લાંબા બેનરે આકર્ષણ જમાવ્‍યું

રાજકોટઃ વી કેન ગ્રુપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રી રાસોત્‍સવમાં સૌપ્રથમ વાર થીમ મુજબ આયોજનમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ સાથે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૨માં જન્‍મદિવસ ઉજવણીના ભાગરૂપે ૭૨ ફૂટ લાંબુ બેનર શ્રી મોદીનું રાખવામાં આવેલ.

ભારતમાતાની વંદના સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્‍ટ્રધ્‍વજ સન્‍માનમાં તિરંગાને સલામી આપી માં નવદુર્ગા અને માં ભારતીની આરાધના કરી હતી. કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શ્રીમતી બીનાબહેન કમલેશભાઈ મિરાણી, ડે.મેયર દશિતાબહેન શાહ, ભાજપ સાંસ્‍કૃતિક સેલના પ્રદેશ સંયોજક બિહારીભાઈ ગઢવી, મયુરભાઈ ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રભાઈ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પૂર્વ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી કાશ્‍મીરાબહેન નથવાણી, પૂર્વ ધારાસભ્‍યશ્રી વોર્ડ નં.૧ કોર્પોરેટર શ્રીમતી ભાનુબહેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્‍ય ચેરમેન ડો.રાજશ્રીબહેન ડોડિયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબહેન છાયા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મિડીયા કન્‍વીનર રાજન ઠકકર, શહેર ભાજપ સાંસ્‍કૃતિક સેલ સહસંયોજક વિજયભાઈ કારીયા, વોર્ડ નં.૮ના શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેન અલ્‍કાબહેન કામદાર, બ્રહ્મસમાજ મહિલા અગ્રણી લીનાબહેન શુકલ, શિવસેના રાજકોટ પ્રમુખ, ગુજરાત પ્રભારી જીમ્‍મીભાઈ અડવાણી, મુરલીધર ફાર્મ તેમજ આહિર સમાજના વીરાભાઈ હુંબલ, શિક્ષણ સમિતિ જે.ડી.ભાખર, નાગરિક બેંકના કાળુમામા, પ્રદેશ આઈટી મિડીયા સેલના અરૂણભાઈ નિર્મળ, બ્રહ્મ સમાજ અગ્રણી પ્રશાંતભાઈ માંકડ, અભિનેતા હર્ષલભાઈ માંકડ, વોર્ડ નં.૮ મહિલા મોરચાના અગ્રણી રક્ષાબહેન જોષી, કોર્પોરેટર ડો.દર્શનાબહેન પંડયા, સેન્‍ટ ગાગી સ્‍કૂલના પ્રિન્‍સિીપાલ શ્રીમતી રમાબહેન હેરમા (પ્રદેશ કારોબારી સભ્‍ય ભાજપ) રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી પારૂલબહેન જોબનપુત્રા, નિલેશભાઈ જોબનપુત્રા, શ્રી મિરામ્‍બિકા કોલેજ, સ્‍વસ્‍તિક સ્‍કૂલ, અલ્‍પેશભાઈ, જીતેશભાઈ તેમજ મીતેશભાઈ ચાવડા, લાયન્‍સ ઈન્‍ટરનેશનલ, કલ્‍બ રાજકોટ પ્રમુખ તેમજ સેકન્‍ડ વાઈગસ ગર્વનર રમેશભાઈ રૂપાલા, અનવરભાઈ ઠેબા, રેશ્‍માબહેન સોલંકીએ ખેલૈયાઓનો ઉત્‍સાહ વધાયો હતો.

 કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટી ઘનશ્‍યામભાઈ કોટક માર્ગદર્શન હેઠળ ડો.તૃપ્‍તી કોટક રાજા, પીના કોટક, સંજયભાઈ રાજા, ચેતન પજવાણી અને શિવાની કોટકે એન્‍કરીંગ કર્યું હતું. વિજેતા ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

(4:14 pm IST)