Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ

બુધવારે ઓશો સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીના ૭૭માં જન્મદિવસ નિમિતે આયોજકઃ સ્વામી સત્ય પ્રકાશ સંચાલકઃ સ્વામી જીન સ્વરૂપ સરસ્વતીજી કાર્યક્રમ આયોજીકાઃ પૂર્વાદીદી : લાફટર થેરપી માસ્ટર સ્વામી જીવન અતિથિ તો વિશેષ કાર્યક્રમઃ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી શરૂ

 રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો-ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર વિવિધ કાર્ર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧ ડિસે.ને બુધવારના રોજ ઓશો સન્યાસી સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી (આર.જે.આહૃયા) ના જન્મદિવસ છે. તેઓ ૭૬ વર્ષ પુરા કરી ૭૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

સ્વામી જીન સ્વરૂપ સરસ્વતીને ઓશોએ પોતે જ સન્યાસ આપેલ છે અને ઓશોએ તેમને શકિતયાત પણ કરેલ છે. તેઓશ્રી ૫૦ વર્ષોથી સન્યાસી છે. જયારે ઓશો પોતે આચાર્ય રજનીશ તરીકે ઓળખાતાએ સમયમાં ઓશોના સન્યાસી તથા ઓશોના વિરોધીઓની સંખ્યા ઘણી બધી હતી. લોકો નફરતની  નજરથી જોતા અને સન્યાસી ખુબ જ કઠણ હતા. એ સમયમાં સ્વામીજીએ સન્યાસ લીધેલ સ્વામીજી જીલ્લા-પંચાયતના નિવૃત કર્મચારી છે. તેઓશ્રી જયારે સેવામાં હતા ત્યારે ફરજ નિષ્ઠા, પ્રામાણીકતા અને પ્રગતીના પ્રમાણપત્રો ખાતાના વડા દ્વારા તેમને મળેલા. તેઓએ વેલી ઓફ વાઇલ્ડ ફલાવર, હીલ ગાર્ડન પ્રોજેકટ, રાજકોટમાં માધાપર ખાતેના ઇશ્વર પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ ૧૦ વર્ષ જેટલા સમય માટે આપી અને હાલ નિવૃત જીવન ગાળે છે અને ઓશોના પ્રચાર-પ્રસારના કાર્યમાં જોડાયેલ છે. તેઓએ અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે અને સન્યાસીઓમાં લાગણી અને સન્માન પૂર્વકનું સ્થાન પામેલ છે. તેઓ ધ્યાન અને પ્રેમની ગહનધારામાં ઉંડાણ  ધરાવે છે. અને સાધકોને ધ્યાન અને પ્રેમની ધારા અંગે માર્ગદર્શન આપે છે. તેઓએ ઓશો સ્વામી સત્યપ્રકાશ ધ્યાન  મંદિર પર અનેક ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે.

બુધવારની શિબિરની રૂપરેખા

સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષથી એક પણ દિવસ ચુકયા વગર નિયમીત સવારે ૬ વાગ્યે ઓશો ધ્યાન મંદિરે કરવામાં આવે છે.) સવારે૭:૧૫ થી ૮ બ્રેકફાસ્ટ સવારે ૮:૩૦ થી બપોરના ૧ દરમિયાન ગુરૂવંદના ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરના ૧ થી  ૩ દરમિયાન મહાપ્રસાદ (હરીહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન વિડીયો દર્શન પ્રશ્નોતરી ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, લાફટર થેરાપી માસ્ટર સ્વામી જીવન અતિથિ દ્વારા ઓશોના સંદેશ હસીબા ખેલીબા ધરીબા ધ્યાન પર આધારીત હસતા રમતા ધ્યાન કરવાની વિધિ જે ખુબ જ ઇફેકટીવ છે દરેક ને ૧ કલાકના ધ્યાનમાં પ્રેકટીકલ અનુભવ કરાવશે. જમ્બો કેક કટીંગ કરી શિબિર સંચાલક સ્વામી જીન સ્વરૂપનો જન્મદિવસ હો મુબારક કિર્તન સાથે જન્મદિવસ ઉજવણી શિબિર બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરીહર)

ઉપરોકત એક દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા માટે ઓશો સ્વામી સત્યપ્રકાશ ધ્યાન મંદિરે રૂબરૂ અથવા નીચે આપેલા મો. ઉપર એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે. શિબિરમાં સહભાગી થવા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઇનર સર્કલ તથા સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી દ્વારા હાર્દિક નિમંત્રણ છે. સ્વામી જીન સ્વરૂપને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેમના  મો.૯૪૨૮૨ ૦૨૨૫૫ છે તથા લેન્ડ લાઇન નં.૦૨૮૧-૨૫૭૪૮૫૬ છે.

શિબિરનું સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી, ડી માર્ટ પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સ્વામી જીન સ્વરૂપ સરસ્વતીઃ ૯૪૨૮૨ ૦૨૨૫૫, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:43 am IST)