Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૧૨ ટીમો બનાવી શહેરના ૨૮ સ્પામાં પોલીસે કર્યુ ચેકીંગઃ કયાંય ગેરપ્રવૃતિ નજરે ન ચડી

સંચાલકોને નિયમ મુજબ સ્પા ચલાવવા તાકીદઃ ગમે ત્યારે પોલીસ ત્રાટકશે

રાજકોટઃ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પામાં અમુક સંચાલકો નિયમાનુસાર સ્પા ચલાવી રહ્યા છે. પરંતુ અમુક સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ કરી દેતાં હોઇ તેવી ફરિયાદોને પગલે સ્પામાં ઓચીંતું ચેકીંગ કરવા અને કોઇ ખોટી પ્રવૃતિ ચાલતી હોય તો પગલા લેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ સુચના આપતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં ડીસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્કવોડની ૧૨ ટીમો બનાવી શહેરના ૨૮ સ્પામાં ઓચીંતુ ચેકીંગ કરાયું હતું. જો કે કયાંય ગેરપ્રવૃતિ નજરે ચડી નહોતી. તાજેતરમાં બે સ્પામાં ચાલતાં કૂટણખાના પોલીસે પકડ્યા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ત્યારે જ તાકીદ કરી હતી કે ગમે ત્યારે સ્પામાં ચેકીંગ કરવામાં આવશે. તે અંતર્ગત ગઇકાલે ફરીથી ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

(12:42 pm IST)