Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પીએસઆઇ-કોન્સ્ટેબલની પરિક્ષા માટે પોલીસ પરિવારના સંતાનોને માર્ગદર્શન

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બારીયા, પીઆઇ કોટડીયા સેમિનારમાં હાજર રહ્યાઃ આઇસના મોલિક ગોંધીયાએ પરિક્ષાર્થીઓને મહત્વની ટીપ્સ આપી

રાજકોટઃ આગામી દિવસોમાં લેવાનારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલની પરિક્ષામાં પોલીસ પરિવારના સંતાનો વધુ પ્રમાણમાં પાસ થઇ શકે તેવા હેતુથી પોલીસ હેડકવાર્ટર ખાતે ખાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  અને જેસીપી  ખુરશીદ અહેમદે છાત્રોમાં ઉત્સાહ રહે તે માટે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાને ખાસ હાજર રહેવા જણાવ્યું હોઇ તેમણે સેમિનારમાં હાજરી આપી હતી. સાથે એસીપી જી.એસ. બારીયા, આર.પી.આઇ મયુર કોટડીયા, આર.પી.આઇ ભટ્ટ, પીએસઆઇ એમ. એન. બોરીસાગર  તથા પીએસઆઇ એન.એચ. રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આઇસ (ice institute for competitive exam)કલાસીસના મૌલિકભાઇ ગોધીયા દ્વારા માર્ગદર્શન સેમિનારમાંપોલીસ પરીવારના ૨૦૦થી વધુ પરિક્ષાર્થીઓને ખાસ ટીપ્સ આપવામાં આવી હતી.

(12:42 pm IST)