Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

આજીડેમના દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર ચતુરને પકડી લેવાયો

પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ અંસારીની ટીમે પકડ્યો

રાજકોટ તા. ૨૯: આજીડેમ  પોલીસના ૧૪૫૨ બોટલ દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર ચતુર શીવાભાઇ પલાળીયા (ઉં.વ.૩૧ રહે. રાજકોટ હાલ કુવાડવા રોડ નવાગામ)ને તે નવાગામની ન્યુ શકિત સોસાયટી ૪૦ ફુટ રોડ શકિત પાન નામની દુકાન પાસે ઉભેલ છે તેવી બાતમી મળતા તેને પકડી લઇ આજીડેમ પોલીસને સોંપાયો છે. ભાગતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની કામગીરી કરવા સીપી, જેસીપી, ડીસીપીએ સુચના આપી હોઇ તે અંતર્ગત આ કામગીરી એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા, એમ.એસ.અંસારી, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઝહીરભાઇ ખફીફ, હેડકોન્સ. કિશોરદાન ગઢવી, કોન્સ. અનીલસીંહ ગોહીલ, કોન્સ સીરાજભાઇ ચાનીયા, કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા, કોન્સ યુવરાજસિંહ રાણા તથા કોન્સ જયદેવસિંહ પરમારએ આ કામગીરી કરી હતી.

(12:43 pm IST)