Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ બે શખ્સ પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જેલહવાલે

ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરી અમદાવાદ-ભુજ જેલમાં મોકલ્યા

રાજકોટ તા. ૨૯: શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંચેક માસ અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ બે  શખ્સો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ કાયદા હેઠળ દરખાસ્ત મંજુર થતાં બંનેને જેલહવાલે કરાયા છે.

આ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સુચના તેમજ માર્ગદર્શન અપાતાં ડી.જી.પી. સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ દરખાસ્ત મોકલાઇ હતી. નવા કાયદા હેઠળ આ દરખાસ્ત મંજુર થતાં અભીષેક ઉર્ફે જોન્ટી રમણીકભાઇ ખારેચા (ઉ.વ. ૨૩, રહે. નહેરૂનગર મેઇન રોડ સરદારનગર શેરી નં.-૩ સંતોષ પાન વાળી) શેરી રાજકોટને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે મોકલવા તથા અન્ય એક શખ્સને ભુજ જેલમાં મોકલવા તજવીજ થઇ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા તથા પી.સી.બી ઇ.પો.ઇન્સ. વાય.આર.રાવલ તથા પો.સબ.ઇન્સ. એમ.જે.હુણ તથા એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, પો.હેડ.કોન્સ. હિરેનભાઇ પરમાર,  રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, ગાંધીનગરના કોન્સ. પારસભાઇ ટાંક, હિતેષભાઇ મેરીયાએ કરી હતી.

(12:43 pm IST)