Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શહેર ભાજપ કિશાન મોરચાના વોર્ડવાઇઝ પ્રમુખ-મહામંત્રી-કારોબારી સભ્યોની વરણી

રાજકોટ તા.ર૯ : શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી સાથે વિચાર વિમર્શ કરીને  શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ  ભરતભાઇ શીંગાળા, મહામંત્રી રસિકભાઇ પટેલ, યોગેશભાઇ ભુવાએ શહેરના તમામ વોર્ડના વોર્ડપ્રમુખ - મહામંત્રી અને શહેર કારોબારી સભ્યો જાહેરાત કરી હતી.

જે મુજબ વોર્ડ નં. ૧ માં પ્રમુખ તરીકે  અમુભાઇ મારૂ, મહામંત્રી તરીકે ભરતભાઇ ચુડાસમા, કારોબારી સભ્ય તરીકે ગંભીરસિંહ પરમાર, વોર્ડ નં. ર માં પ્રમુખ તરીકે  નરેન્દ્રસિંહ ગોહીલ, મહામંત્રી તરીકે જયંતીભાઇ બુધેલીયા, કારોબારી સભ્ય તરીકે જગદીશભાઇ વાડોલીયા, વોર્ડ નં. ૩ માં પ્રમુખ તરીકે નીલેષભાઇ ખૂંટ (માધાપર)  મહામંત્રી હરેશભાઇ દવે, કારોબારી સભ્યો તરીકે વિજયભાઇ કોટડીયા, વોર્ડ નં. ૪ માં પ્રમુખ તરીકે  ઠાકરભાઇ અકબરી, મહામંત્રી તરીકે પ્રવિણભાઇ પટેલ, કારોબારી સભ્યો તરીકે હરેશભાઇ લુણાગરીયા, વોર્ડ નં. પ માં પ્રમુખ તરીકે હાર્દિક વોરા મહામંત્રી તરીકે સંજય ડોબરીયા, કારોબારી સભ્ય તરીકે ક્રિપાલસિંહ જાડેજા, વોર્ડ નં. ૬ માં પ્રમુખ તરીકે લાલજીભાઇ મોલીયા મહામંત્રી તરીકે પ્રવિણભાઇ રૈયાણી, કારોબારી સભ્યોતરીકે દેવજીભાઇ જસાણી, વોર્ડ નં. ૭ માં પ્રમુખ તરીકે કિશોરભાઇ પરસાણા, મહામંત્રી તરીકે ધીરૂભાઇ ડોડીયા, કારોબારી સભ્યો લાલાભાઇ પરસાણા, વોર્ડ નં. ૮ માં પ્રમુખ તરીકે વિપુલભાઇ ઉંઘાડ, મહામંત્રી તરીકે કિશોરભાઇ ગોૅડલીયા, કારોબારી સભ્યો તરીકે રાજુભાઇ ડેડાણીયા, વોર્ડ નં. ૯ માં પ્રમુખ તરીકે વસ્તાભાઇ કોરાટ, મહામંત્રી તરીકે સંજય ભાલોડીયા, કારોબારી સભ્યો તરીકે મહેશભાઇ બાવરવા, વોર્ડ નં. ૧૦ માં પ્રમુખ તરીકે વલ્લભભાઇ વોરા,  મહામંત્રી તરીકે વિપુલભાઇ રાજપરા, કારોબારી સભ્ય તરીકે અશોકસિંહ જાડેજા,વોર્ડ નં. ૧૧ માં પ્રમુખ તરીકે હિરેનભાઇ મુંગલપર, મહામંત્રી તરીકે સાધાભાઇ સવસેટા, કારોબારી સભ્યો ચેતનભાઇ હીરપરા, વોર્ડ નં. ૧ર માં પ્રમુખ તરીકે રાજુભાઇ વીરડીયા, મહામંત્રી તરીકે પરેશભાઇ સગપરીયા, કારોબારી સભ્ય તરીકે સંદીપ કાલરીયા, વોર્ડ નં. ૧૩ માં પ્રમુખ તરીકે સુખદેવસિંહ વાળા, મહામંત્રી તરીકે મનસુખભાઇ પોકર, કારોબારી સભ્ય તરીકે કેતનભાઇ વડાલીયા, વોર્ડ નં. ૧૪ માં પ્રમુખ તરીકે રમેશભાઇ કીયાડા, મહામંત્રી નરહરીભાઇ નિમાવત, કારોબારી સભ્ય તરીકે બચુભાઇ ધામી, વોર્ડ નં. ૧પ માં પ્રમુખ તરીકે ધનજીભાઇ રાજપરા, મહામંત્રી તરીકે મહેશભાઇ સખીયા, કારોબારી સભ્ય તરીકે કિશોરભાઇ પેઢડીયા, વોર્ડ નં. ૧૬ માં પ્રમુખ તરીકે રમેશભાઇ સોરઠીયા, મહામંત્રી તરીકે રાયમલભાઇ ચાવડા, કારોબારી સભ્ય તરીકે કાથડભાઇ છૈયા, વોર્ડ નં. ૧૭ માં પ્રમુખ તરીકે રસીકભાઇ ગઢીયા, મહામંત્રી મહેશભાઇ વઘાસીયા, કારોબારી તરીકે રાજુભાઇ ધવા, વોર્ડ નં. ૧૮ માં પ્રમુખ તરીકે  હેમંતભાઇ કપુરીયા, મહામંત્રી તરીકે રાજુભાઇ વીરડીયા, કારોબારી સભ્યો તરીકે પંકજભાઇ દોંગાની વરણી થઇ હતી.

 ત્યારે શહેર ભાજપ કિશાન મોરચાના વોર્ડનાં  નવનિયુકત વોર્ડપ્રમુખ - મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલલા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(2:48 pm IST)