Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કેનાલ રોડ પર વિખુટી પડેલી બાળકીનું પરિવાર સાથે મીલન કરાવતી પોલીસ

એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોષી સહિતે તેના માતા-પિતાને શોધી કાઢ્યા

રાજકોટ : કેનાલ રોડ પર એક બાળકી આંટા ફેરા કરતી હોય ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરીક શૈલેષભાઇ રમણીકલાલભાઇ રૂપારેલીયા બાળકીને જોતા તેને બાળકી પરિવારથી વિખુટી પડી ગઇ હોવાનું જણાતા બાળકીને લઇને એ ડીવીઝન પોલીસ મથકે લઇ ગયા બાદ જાત કરતા પી.આઇ.સી.જી. જોષી તથા પી.એસ.આઇ જે.એમ.ભટ્ટ તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે બાળકીને સાથે રાખી તપાસ આદરી હતી.તપાસ દરમ્યાન બાળકીના માતા-પિતા હાથીખાનામાં રહેતા હોવાનું જાણવા મળતા તપાસ કરતા હાથીખાના શેરી નં. ૧૭માં રહેતા શૌકતઅલી અલી હુશેનભાઇ શેખને તેની પુત્રી સીમાબાનુંને સોંપી પરિવાર સાથે મીલન કરાવ્યુ હતું. બાળકી રમતા-રમતા ઘરેથી નીકળી ગયા બાદ ભુલી પડી ગઇ હોવાનું જાણવા મળ્યુ છે.

(2:50 pm IST)