Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વોર્ડ નં. ૧૨માં વિવિધ વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૨માં વૃંદાવન વાટીકા, રામપાર્ક, અવલપાર્કમાં મેટલીંગ કામનું ખાતમુહૂર્ત મેયર ડો.પ્રદિપ ડવ તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન હરસોડા, શહેર કારોબારી સભ્ય સિધ્ધરાજસિંહ જાડેજા, કિશાન મોરચાના ઉપપ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મૌલિકભાઈ દેલવાડિયા, ચેતનભાઈ લાઠીયા, રમણીકભાઈ દેવળીયા, યોગુભા રાણા, યોગેન્દ્રસિંહ જાડેજા, વિમલ રાદડીયા, સુરેશભાઈ કાકડીયા, ભાસાણીયાભાઈ, ધીરજલાલ મેણપરા, મુકેશભાઈ રાઠોડ, દિલીપભાઈ કોટડીયા, વ્યવસાયિક સેલના કન્વીનર નરશીભાઈ કાકડીયા, અલ્પાબેન જાદવ, શોભનાબેન અકબરી, રશ્મીબેન બેચરા, ભગવાનજીભાઈ આહિર, યોગેશભાઈ છાયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:56 pm IST)