Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રામ પાર્કમાં પેવર રી-કાર્પેટ

 શહેરના વોર્ડ નં. ૧૦ માં યુનિવર્સિટી રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં પેવર રી-કાર્પેટના કામનું ખાત મુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ તકે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન છાયા, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, સ્થાનિક આગેવાનો મયુરીબેન ભાલાળા, ભાવનાબેન સોજીત્રા, નીતુબેન કનારા, ભાનુબેન, મીનાબેન, વર્ષાબેન ટીલાળા, નીલાબેન ખોલીયા, ભાવનાબેન જગતિયા, હેમંતસિંહ ડોડીયા, ડો. વિનયકાંત ચાવડા, પ્રદીપભાઇ ડોડીયા, વસંતભાઇ શુકલ, દીલીપભાઇ ઘોષ, સંજયભાઇ વાઘર, વલ્લભભાઇ વરસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:00 pm IST)