Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રૂ.ચાર લાખ ૫૦ હજારનો ચેક રીટર્ન થતાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ

રાજકોટ, તા.૨૯: રાજકોટ જીલ્લાના ગામ પારડી મુકામે રહેતા ચિરાગ રમેશભાઇ લાખાણીને નાણાના અંગત જરૂરીયાત ઉપસ્થિત થતા લીધેલ રકમ રૂ.૪,૫૦,૦૦૦/ પરત કરવા ફરીયાદી દિલિપ નારણભાઇ ડાભીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી ચિરાગ લાખાતીને અદાલતમાં હાથર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ જીલ્લાના ગામ પારડી મુકામે રહેતા ચિરાગ રમેશભાઇ લાખાણીએ નાણાની અંગત જરૂરીયાત ઉપસ્થિત થતા મિત્રતાના સંબંધના નાતે રાજકોટ મુકામે ભોજલરામ સોસાયટી, કોઠારીયા રોડ પર રહેતા ફરીયાદી દિલિપ નારણભાઇ ડાભી પાસેથી રૂ.૪,૫૦,૦૦૦/ મેળવી બે માસમાં લીધેલી રકમ પરત કરવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સ્વીકારેલ રકમ પરત કરવા તહોમતદારે તેની બેંકનો રકમ રૂ.૪,૫૦,૦૦૦/નો ચેક ઇસ્યુ કરી આપી ચેક સુપ્રત કરતી વનતે ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવો વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા નેગોશીયેબલ ઇન્સ્સટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સંબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી નાણાની અંગત જરૂરીયાત ઉપસ્થિત થતા લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપી ચિરાગ લાખાણીને અદાલતમાં હાજર થવા સમન્સો ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી દિલિપ ડાભી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:29 pm IST)